આર્થિક સ્થિતિ હજી કથળશે, બેન્કો પડકારોનો સામનો કરવા તૈયાર રહે: RBI ગવર્નર
નવી દિલ્હી, આર્થિક મોરચે હજી પણ પરિસ્થિતિ વધારે કથળશે તેવો સંદેશ આપીને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગર્વનર શક્તિકાંત દાસે (Reserve Bank of India RBI Governor Shashikant Das) બેન્કોને તૈયાર રહેવા જણાવ્યુ છે. દેશની જાહેર ક્ષેત્રની બેન્કો સાથે વાત કરતા આરબીઆઈ ગર્વનર દાસે કહ્યુ હતુ કે, બેંકો આગામી દિવસોમાં ઉભા થનારા પડકારોનો સામનો કરવા માટે તૈયાર રહેશે. ખાસ કરીને જેના પર લોનનુ ભારણ હોય તેવી પ્રોપર્ટીના મામલાઓનો ઉકેલ લાવવા માટે વધારે સંકલનથી કામ કરે. આરબીઆઈ ગર્વનરે આ વાત એવા સમયે કહી છે જ્યારે દેશનો જીડીપી છ વર્ષમાં સૌથી નીચેની સપાટીએ છે.
ચાલુ નાણાકીય વર્ષમાં બીજા કવાર્ટરમાં દેશનો જીડીપી 4.5 ટકાએ પહોંચ્યો છે. આરબીઆઈએ અનુમાન કર્યુ છે કે, દેશમાં આર્થિક વિકાસ દર આ વર્ષે પાંચ ટકા જ રહેશે. જોકે શક્તિકાંત દાસે કહ્યુ હતુ કે, બેન્કિગં ક્ષેત્રમાં સુધારા થઈ રહયા છે અને તે મજબૂત બનીર હ્યુ છે.તેમણે બેન્કોના વડાઓને રેપો રેટમાં મુકાયેલા કાપનો લાભ લોકો સુધી પહોંચે તે જોવા માટે અપીલ કરી હતી.