ક્રિકેટર ઇરફાન પઠાણ પર પાક.માં થયો હતો હુમલો
નવી દિલ્હી, ભારતમાં ચાલી રહેલા વર્લ્ડ કપ ૨૦૨૩ના આયોજન વચ્ચે પીસીબીએ નવો બખેડો ઊભો કરતા દિગ્ગજ ક્રિકેટરો તેની ઝાંટકણી કાઢી રહ્યા છે. પીસીબીએ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ભારત-પાકિસ્તાનની વર્લ્ડ કપ મેચ દરમિયાન દર્શકોના વર્તનને મુદ્દો બનાવીને ICCને ફરિયાદ નોંધાવી છે. આ મુદ્દે ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર ઇરફાન પઠાણે પણ પીસીબીની ટીકા કરી છે.
આપને જણાવી દઇએ કે, ભારત-પાકિસ્તાનની મેચ દરમિયાન કેટલાક લોકો દ્વારા બાબર આઝમનું નામ લઇને દેશ અને ખેલાડીઓ વિશે અપમાનજનક ટીપ્પણી કરી હોવાની ફરિયાદ સાથે પીસીબીએ ICCને ઔપચારિક ફરીયાદ નોંધાવી હતી. જાેકે, ઇરફાનને લાગે છે કે પીસીબી બિનજરૂરી મુદ્દાઓ ઉઠાવી રહ્યું છે. આ દરમિયાન ઇરફાને ટીમ ઇન્ડિયાના પાકિસ્તાન પ્રવાસ દરમિયાનની એક ઘટના વિશે વાત કરી હતી જેમાં મેચ ૧૦ મિનિટ માટે રોકવી પડી હતી.
ઇરફાને ખુલાસો કર્યો હતો કે, પેશાવરમાં એક ફેને તેના પર લોખંડનો ખીલો ફેંક્યો હતો. જે તેની આંખની નજીકથી પસાર થયો હતો. ઇરફાને ૨૦૦૪ અને ૨૦૦૬માં ભારતીય ટીમ સાથે બે વખત પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો.
ઇફાને કમેન્ટ્રીમાં જણાવ્યું હતું કે, “જ્યારે અમે પેશાવરમાં રમવા ગયા હતા ત્યારે એક પાકિસ્તાની ફેને મારી આંખની નીચે ખીલ મારી હતી. પરંતુ અમે તે વાતમાં રાઇનો પહાડ નહોતો બનાવ્યો. કારણ કે અમે સારું રમતા હતા. પાકિસ્તાને દર્શકો કે ભીડના વર્તનને મુદ્દો બનાવવાનું બંધ કરવું જાેઇએ.
તેમણે આવી નાની વાતોને વધારે ન ખેંચવી જાેઇએ. જાેકે, બીજી તરફ આઇસીસીએ પીસીબીની આ ફરીયાદ પર કોઇ પણ એક્શન લેવાની મનાઇ કરી દીધી છે. સર્વોચ્ચ સંસ્થાની ભેદભાવ વિરોધી આચારસંહિતા વ્યક્તિ પર લાગૂ પડે છે અને તેને ભીડ પર લાગી કરવી શક્ય નથી.
આઇસીસીના એક સિનિયર ઓફિસરે પીટીઆઇ સામે આ વાતની પુષ્ટિ કરી હતી. મ્ઝ્રઝ્રૈં અને ICCમાં કામ કરી ચૂકેલા એક અનુભવી અધિકારીએ પીટીઆઇને નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, “આઇસીસી દરેક ફરિયાદને ખૂબ ગંભીરતાથી લે છે, પરંતુ કોડ વ્યક્તિઓ વિશે છે. મને ખબર નથી કે પીસીબી ખરેખર શું ઇચ્છી રહ્યું છે પરંતુ કોઇપણ સખત કાર્યવાહી કરવાનું મુશ્કેલ હશે.
તેમણે વધુમાં ઉમેર્યુ કે, “જાે જાતિવાદનો કિસ્સો હોય તો તો આઇસીસી કોઇ એક વ્યક્તિને ઓળખી શકે છે, પરંતુ હજારો લોકો સૂત્રોચ્ચાર કરી રહ્યા હોય, તો તમે શું કરી શકો? ગેલેરીમાંથી ફેંકવામાં આવેલી ‘મિસાઇલથી’ એક પણ ખેલાડીને ઇજા પહોંચી નથી? પાર્ટિશન ભીડની અપેક્ષા હોય છે.”SS1MS