ફાસ્ટ્રેક યુવા મહિલાઓ માટે નવી પાર્ટી વેર વોચ બ્રાન્ડ Vyb લોન્ચ કરી
ફાસ્ટ્રેકની નવી પેટા-બ્રાન્ડ ફેશનને પુનઃવ્યાખ્યાયિત કરે છે, જેનાથી યુવા મહિલાઓ અલગ-અલગ પાર્ટી ગેટ-ટુગેધર પ્રસંગો માટે વિવિધ લૂક વચ્ચે સહેલાઈથી સ્વિચ કરી શકે છે
ભારતની પ્રતિષ્ઠિત યુવા બ્રાંડ ફાસ્ટ્રેકે તાજેતરમાં Vyb લોન્ચ કરી છે, જે ફક્ત યુવાન મહિલાઓ માટે જ સબ-બ્રાન્ડ છે. છટાદાર, સ્ટાઇલિશ અને એક અનોખા પ્રકારની Vyb ફેશનિસ્ટોને સમર્પિત છે જેઓ ટ્રેન્ડ અને અદ્યતન ડિઝાઇનની દુનિયાનો આનંદ માણે છે. Vyb By Fastrack: The new party wear watch brand for young women
હાલની ફાસ્ટ-ફેશન પસંદગીઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને, ફાસ્ટ્રેકની Vyb એવા લોકો માટે છે જેઓ તમામ પ્રકારની પાર્ટીઓ માટે ગ્લેમ-ક્વોશન્ટને ઊંચા સ્તરે લઈ જાય છે. ફર્સ્ટ કલેક્શન ડ્રોપમાં 71 આકર્ષક ડિઝાઇનનો સમાવેશ થાય છે. વિભિન્ન અને સુશોભિત સ્ટ્રેપ, નવા પ્લેટિંગ રંગો અને આકર્ષક ડાયલ આકારોની શ્રેણી સાથે, બ્રાન્ડ સુનિશ્ચિત કરે છે કે દરેક મૂડ અને ક્ષણ માટે ઘડિયાળ છે. આ ઉપરાંત, આ ઘડિયાળો રૂ. 1250થી રૂ. 2960ની પોસાય તેવી કિંમતની શ્રેણીમાં ઉપલબ્ધ છે.
Vybના લોન્ચિંગ સાથે, ફાસ્ટ્રેક તેના પોર્ટફોલિયોને નવી ડિઝાઇન સાથે વિસ્તૃત કરે છે જે ફેશન-ફોરવર્ડ યુવતીઓ માટે ખૂબ જ આકર્ષક ટચ ધરાવે છે, તેમને અત્યંત આત્મવિશ્વાસ સાથે તેમના ફ્રી-સ્પિરિટેડ પાર્ટી વાઇબનું પ્રદર્શન કરવા પ્રોત્સાહિત કરે છે. બ્રાન્ડની ટેગલાઈન, “Vyb On”, ખૂબ સરસ રીતે આને કેપ્ચર કરે છે.
સબ-બ્રાન્ડના લોન્ચિંગ પર ફાસ્ટ્રેકના માર્કેટિંગ હેડ શ્રી અજય મૌર્યે જણાવ્યું હતું કે, “અમે Vybને તમામ પાર્ટી પ્રસંગોમાં પહેરવા માટે યુવા મહિલાઓ માટે નવી સબ-બ્રાન્ડ રજૂ કરતા રોમાંચિત છીએ. વિવિધ પ્રસંગો અને સરળતાથી બધાથી અલગ લૂક રાખવા માટે Vyb તમારા ગ્લેમરમાં વધારો કરવા તૈયાર છે. Vyb ઘડિયાળો અનન્ય ફેશન સ્ટેટમેન્ટ છે અને અમે અમારા ગ્રાહકના વાઈબ સાથે Vyb ઓન જોવા માટે વધુ રાહ જોઈ શકતા નથી!”
Vyb ઘડિયાળો તમામ ફાસ્ટ્રેક અને ટાઇટન વર્લ્ડ સ્ટોર્સ અને દેશભરમાં અધિકૃત મલ્ટી-બ્રાન્ડ આઉટલેટ્સ પર ઉપલબ્ધ હશે. ઓનલાઇન શોપિંગ માટે, ફાસ્ટ્રેકની Vyb ઘડિયાળો સત્તાવાર ફાસ્ટ્રેક વેબસાઇટ અને ફ્લિપકાર્ટ પર ઉપલબ્ધ હશે.