Western Times News

Gujarati News

હાર્ટએટેકના કેસોથી સરકાર ચિંતિતઃ પહેલીવાર સરકારે નિષ્ણાંત ડૉક્ટરો સાથે કરી ચર્ચા

યુ.એન.મહેતાના ડાયરેક્ટર ચિરાગ દોશીને કમિટીના હેડ બનાવાયા

ગાંધીનગર, કોરોના બાદ ગુજરાતમાં છેલ્લાં કેટલાંક સમયથી હાર્ટએટેકના દર્દીઓની સંખ્યામાં ચિંતાજનકરીતે વધારો થતાં નાગરિકોમાં ભયનો માહોલ ફેલાયેલો છે. યુવાવર્ગમાં પણ હાર્ટએટેકના કેસો નોંધાતા ભારે ઉહાપોહ મચ્યો છે. આ મુદ્દે છેલ્લાં ઘણાં સમયથી ઠેર-ઠેર ચર્ચા થતી જાેવા મળતી હતી. ત્યારે બીજીબાજુ સફાળી જાગેલી રાજ્ય સરકારે આજે નિષ્ણાંત તબીબો સાથે બેઠક યોજી હાર્ટએટેક આવવાનાં કારણો શોધી કાઢવા માટે કમિટીની રચના કરી છે.

બેઠકમાં હાર્ટ એટેક આવવાનાં મુદ્દે તેના કારણોને લઈ વિસ્તૃત ચર્ચા થઈ હતી. કોરોનાની રસી સહિતનાં મુદ્દે ચર્ચા ચાલી રહી છે પરંતુ રાજ્ય સરકારે નિષ્ણાંતોની કમિટી નીમી છે ત્યારે ટૂંક સમયમાં તેનો અહેવાલ જાહેર કરવામાં આવશે.

ગુજરાતમાં હાર્ટએટેકનાના બનાવોમાં યુવાનોના મોત થવાની ઘટનાઓ સતત પ્રકાશમાં આવી રહી છે. આ વખતે નવરાત્રિના નવ દિવસમાં જ હાર્ટ એટેકને કારણે ૩૬ જેટલા લોકો મોતને ભેટ્યાં છે. ત્યારે અમદાવાદ મેડિકલ એસોસિએશનના તબિબોએ પણ આ મુદ્દે રિસર્ચની માંગ કરી છે. હવે રાજ્ય સરકાર આ મામલે એક્શનમાં આવી છે. સરકારે તાત્કાલિક ધોરણે નિષ્ણાંત ડોક્ટરો સાથે ચર્ચા કરીને હાર્ટ એટેક આવવાનું કારણ શોધવા એક કમિટીની રચના કરી છે.

રાજ્ય સરકારે યુવાનોમાં વધી રહેલા હાર્ટએટેકનું કારણ શોધવા નિષ્ણાંત ડોક્ટરોની કમિટી બનાવી છે. જેમાં યુએન મહેતા હોસ્પિટલના ડાયરેક્ટર ચિરાગ દોશીને કમિટીના હેડ બનાવવામાં આવ્યાં છે. તે ઉપરાંત આ કમિટીમાં ડો. જયેશ શાહ, ડો. ગજેન્દ્ર દુબે અને ડો. પૂજાબેનનો સમાવેશ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ કમિટી બનાવવા રાજ્ય સરકારે આજે મળેલી કેબિનેટની બેઠકમાં ર્નિણય કર્યો હતો.

હવે આ કમિટીમાં સમાવેશ કરવામાં આવેલા ડોક્ટરો દ્વારા યુવાનોમાં હાર્ટ એટેક આવવાનું અને તેનાથી મોત કેમ થઈ રહ્યાં છે તે અંગેનું એનાલિસિસ કરવામાં આવશે. ગુજરાતમાં હાર્ટએટેક આવવાની ઘટનાઓને લઈને નાણાં મંત્રી અને રાજ્ય સરકારના પ્રવક્તા કનુભાઈ દેસાઈએ પત્રકારોના સવાલોના જવાબ આપતાં જણાવ્યું હતું કે, રાજ્યમાં હાર્ટ એટેકના વધી રહેલા કેસથી સરકાર ચિંતિત છે.

આ માટે સરકારે એક કમિટીની રચના કરી છે. હાલમાં એવી ચર્ચાઓ ચાલી રહી છે કે, કોરોનાની વેક્સિનને લીધે યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે તે વાત બિલકુલ ખોટી છે. માત્ર ગુજરાતમાં જ નહીં પણ સમગ્ર દેશમાં આ પ્રકારના બનાવો વધ્યાં છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.