મહેસાણામાં 30 ઓક્ટોબરે વડાપ્રધાન મોદીની સભાનું આયોજન
આ મુલાકાત દરમિયાન રૂ.૪૭૭૮ કરોડના વિકાસકાર્યોના ખાતમૂહુર્ત અને લોકાર્પણ થાય તેવી શક્યતા
(એજન્સી)અમદાવાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાતના મહેમાન બની રહ્યા છે. મહેસાણામાં ૩૦ ઓક્ટોબર વડાપ્રધાન મોદીની સભાનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન રૂ.૪૭૭૮ કરોડના વિકાસકાર્યોના ખાતમૂહુર્ત અને લોકાર્પણ થાય તેવું પ્રદેશ મહામંત્રી રજની પટેલે નિવેદન આપી જણાવ્યું હતુ.મહેસાણામાં ૩૦ ઓક્ટોમ્બરના રોજ પીએમની સભા યોજાશે.
જેમાં પીએમ મોદી મહેસાણા, પાટણ, બનાસકાંઠાને સંયુક્ત સભાને સંબોધશે કરશે. વડાપ્રધાન મુલાકાતે આવી રહ્યા હોવાથી ભાજપ કાર્યકરો-આગેવાનોમાં આનોખી ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વધુ એક વખત માદરે વતન આવી રહ્યા છે. ૩૦ ઓક્ટોબરના રોજ તેઓ ખેરાલુના ડભોડા ખાતે જંગી સભાનં સંબોધન કરશે.
ડભોઇ હાલ પ્રવાસન સ્થળ તરીકે વિકસી રહ્યું હોવાથી પ્રધાનમંત્રી મહેસાણા જિલ્લાની મુલાકાત લઈ ૪૭૭૮ કરોડના વિકાસ કામોના શ્રી ગણેશ કરશે. મહેસાણા ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. બીજી તરફ આગોતરા આયોજનને લઈને જિલ્લા ભાજપ સંગઠનની બેઠક યોજાઈ હતી.જેમાં જિલ્લા ચૂંટાયેલા સદસ્યો સહિત કાર્યકર્તાઓએ હાજરી આપી હતી. પ્રદેશ મહામંત્રી રજની પટેલ પ્રદેશ ઉપાધ્યક્ષ વર્ષાબેનની અધ્યાક્ષ સ્થાને યોજાયેલી આ બેઠકમાં મહામંત્રી રજની પટેલે સંપૂર્ણ વિગતો આપી હતી.