કંગના અયોધ્યા રામ મંદિરમાં ભગવાનના દર્શન કરવા પહોંચી
મુંબઈ, અયોધ્યામાં જેમ જેમ પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાનો સમય નજીક આવી રહ્યો છે, તેમ તેમ દેશ અને દુનિયાના ભક્તો આરાધ્યના દર્શન કરવા માટે રામનગરી અયોધ્યા આવી રહ્યા છે. આ જ ક્રમમાં કંગના રનૌત પણ પોતાની આગામી ફિલ્મની સફળતા માટે ભગવાન રામના આશીર્વાદ લેવા આવી પહોંચી હતી.
કંગના રનૌત રામ જન્મભૂમિ પરિસરના વીઆઈપી ગેટ નંબર ૧૧થી મંદિરની અંદર એન્ટર થઈ હતી. જ્યાં તેણે ભગવાન રામલલાના દર્શન અને પૂજન કર્યા હતા. ત્યાર બાદ કંગનાએ નિર્માણાધીન રામમંદિર જાેયું હતું. રામલલાના દર્શન કરતી વખતે પૂજારીએ કંગના રાનૌતના રામનામા ભેંટ આપીને સ્વાગત કર્યું હતું. લગભગ ૧૦ મિનિટ સુધી કંગના ભગવાન રામને નિહાળતી રહી હતી.
એટલું જ નહીં ત્યાર બાદ દીપોત્સવ સ્થળ પણ ગઈ હતી. જ્યાં ભવ્ય દીપોત્સવનું આયોજન થાય છે. ત્યાર બાદ તે મા સરયૂને પ્રણામ કર્યું હતું. અયોધ્યામાં ચાલી રહેલા રામ મંદિર નિર્માણની પ્રગતિ જાેઈને કંગના ખૂબ જ ખુશ થઈ ગઈ હતી. તેણે કહ્યું કે, આજે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બની રહ્યું છે. તેના માટે દેશના પ્રધાનમંત્રી મોદીને હું ધન્યવાદ આપું છું.
મોદી સરકારના પ્રયાસથી મંદિર બનાવવાનું સપનું સાકાર થઈ રહ્યું છે. ત્યાર બાદ મંદિરમાંથી બહાર નીકળતી વખતે મીડિયા સાથે વાત કરતા કંગનાએ જય શ્રીરામના નારા પણ લગાવ્યા હતા. મીડિયા સાથે વાત કરતા કંગનાએ કહ્યું કે, મને બહું ખુશી થઈ રહી છે કે આજે હું અયોધ્યા આવી છું. ભગવાનનું ભવ્ય મંદિર બની રહ્યું છે, જે ઐતિહાસિક છે.SS1MS