બોયફ્રેન્ડ સંગ રોમાંસ કરતી જોવા મળી સુજૈન ખાન
મુંબઈ, રિતિક રોશનની પૂર્વ પત્ની સુઝેન ખાન આજે તેનો ૪૮મો જન્મદિવસ ઉજવી રહી છે. આ ખાસ અવસર પર તેના બોયફ્રેન્ડ આર્સલાન ગોનીએ સુઝેનને ખાસ રીતે જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. તેણે સુઝેન સાથે વિતાવેલી દરેક ક્ષણને તેના સોશિયલ મીડિયા પર શેર કરી છે, જે તેના હૃદયની ખૂબ નજીક છે. આ શેર કરતી વખતે અર્સલાને એક સુંદર નોટ પણ લખી છે.
આ ખાસ પોસ્ટ શેર કરતા તેણે લખ્યું, ‘સૌથી પહેલા હું તારી માફી માંગવા માંગુ છું કે, આ સમયે હું તમારી સાથે નથી. પરંતુ મને આપણી યાત્રા જાેઈને આનંદ થાય છે. જેમાં આપણે કંઇક ગુમાવ્યું છે તો કેટલું બધુ પ્રાપ્ત કરીને સુંદર યાદો પણ બનાવી છે. અર્સલાને વધુમાં લખ્યું છે કે હું તને ખૂબ પ્રેમ કરું છું અને વચન આપું છું કે ‘હું તને દુનિયાની તમામ ખુશીઓ આપીશ. સુઝેનના પૂર્વ પતિ રિતિક રોશને પણ આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપી છે.
તેણે કોમેન્ટમાં લખ્યું કે ‘સ્વીટ. હેપ્પી બર્થ ડે.’ સુઝેને પણ કહ્યું ‘મારો પ્રેમ માય લવ.’ હું વિશ્વની સૌથી ભાગ્યશાળી સ્ત્રી છું કે જેને તું મળ્યું. રિતિક રોશન અને સુઝેન ખાનના લગ્ન વર્ષ ૨૦૦૪માં ખૂબ જ ધામધૂમથી થયા હતા. પરંતુ થોડા વર્ષો પછી બંને વચ્ચે મતભેદ શરૂ થયો. ત્યારબાદ ૧૪ વર્ષ સુધી સાથે રહ્યા બાદ બંનેએ અલગ થવાનો ર્નિણય કર્યો.
તેમના ર્નિણયથી સમગ્ર મનોરંજન જગતમાં ખળભળાટ મચી ગયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રિતિકે સુઝૈનથી અલગ થવા માટે લગભગ ૩૮૦ કરોડ રૂપિયા ભરણપોષણની રકમ આપી હતી. એટલે જ આ છૂટાછેડા બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના સૌથી મોંઘા છૂટાછેડા છે. જાેકે, તેમના છૂટાછેડાનું સાચું કારણ ક્યારેય બહાર આવ્યું નથી.SS1MS