શ્રી કચ્છ કડવા પાટીદાર યુવક મંડળનું સ્નેહ મિલન યોજાયું
(તસ્વીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા) શ્રી કચ્છ કડવા પાટીદાર યુવક મંડળનું વાર્ષિક સ્નેહમિલન ઊંડવા ઉમિયા નગર, ખેડબ્રહ્મા મુકામે ઉત્તમ સીડ્સ ખેડબ્રહ્મા પ્રવીણભાઈ પારસીયાના પિતાશ્રી અંબાલાલ પારસિયાના અધ્યક્ષ સ્થાને યોજાયું હતું.
પ્રાર્થના અને જીગ્નેશ ભગત પીન્ટુભાઈના સ્વાગત પ્રવચન બાદ ધોરણ એક થી ૧૨ અને કોલેજ સુધીના કચ્છ કડવા પાટીદારના એક થી ત્રણ નંબર પ્રાપ્ત કરેલ દીકરા દીકરીઓને ઇનામ આપવામાં આવ્યા હતા.
ત્યારબાદ ખેડબ્રહ્મા શહેરમાં અલગ અલગ વિસ્તારમાં રહેતા આપણા પરિવારમાંથી અનેકવિધ સાંસ્કૃતિક પ્રોગ્રામો રજૂ કરવામાં આવ્યા હતા. તેજસ્વી તારલાઓને અધ્યક્ષ અંબાલાલભાઈ તથા ડોક્ટર સી કે પટેલ, ડોક્ટર એમ પી પટેલ, સંત શ્રી પંકજદાસજી મહારાજ, કેળવણી મંડળના પ્રમુખ શ્રી મણીભાઈ પટેલ, પુરુષોત્તમભાઈ પટેલ, યુવક મંડળ પ્રમુખશ્રી રશ્મિકાંત પટેલ,
ગીતાબેન તથા રાધાબેનના વરદ હસ્તે ઇનામો આપવામાં આવ્યા હતા. તથા આપણા સમાજના નવનિયુક્ત આચાર્યશ્રી રશ્મિકાંત પટેલ અને દીપેશ પટેલનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું.. સમાજનો કાર્યક્રમ હોવાથી સમાજના દાનવીર દાતાઓ તરફથી દાનની સરવાણી વહેવડામાં આવી હતી.
યુવક મંડળના મંત્રીશ્રી શાંતિલાલ લેબોરેટરી અને ખજાનચી મુખીશ્રી ધવલ પટેલ અને પૂર્વ પ્રમુખશ્રી લલીતભાઈએ પ્રાસંગિક ઉદબોદન કરેલ.કાર્યક્રમના યજમાન ડોક્ટર મુકેશ પટેલે કાર્યક્રમ અમારા ઉંડવા શામજીનગર વિસ્તારમાં યોજવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.. આ પ્રસંગે જ્યોતિ હાઈસ્કૂલના પૂર્વ શિક્ષક શ્રી પી.કે પટેલ અને આચાર્યશ્રી સુરેશભાઈ પટેલે ઉપસ્થિત રહી અને શુભેચ્છાઓ આપી હતી. કાર્યક્રમને અંતે આભાર દર્શન ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર ધવલ પટેલે કરેલ.