‘સા રે ગા મા પા’નો કાર્તિક ક્રિષ્નામૂર્તિ તેના સૌથી મોટા ચાહકનો મળ્યો!
ઝી ટીવીનો સા રે ગા મા પાએ જોરશોરથી પાછો આવ્યો છે, હિમેશ રેશમિયા, નીતિ મોહન અને અનુ મલિકને જજ તરીકે તથા આદિત્ય નારાયણ હોસ્ટ તરીકે જોવા મળશે. સ્પર્ધકોના અદ્દભુત પફોર્મન્સિસના સપ્તાહ બાદ, આગામી રવિવારના એપિસોડમાં કંઈક વધુ મનોરંજન જોવા મળશે કેમકે તેઓ ઉજવી રહ્યા છે, ‘બેસ્ટ ફૂટ ફોરવર્ડ’ સ્પેશિયલ એપિસોડ, પફોર્મન્સને આધારે જજ આ સપ્તાહે તેમના ટોચના 3 સ્પર્ધક પસંદ કરશે.
આ સ્પેશિયલ એપિસોડને અંતે, સ્પર્ધક કાર્તિકનું ‘રૂક જાના નહીં’એ બધાને અવાક અને મંત્રમુગ્ધ કરી દીધા. કાર્તિકના પફોર્મન્સ માટે કોમેન્ટ આપતા જજ હિમેશ રેશમિયાં કહે છે, “જ્યારે તે મારું ઓજી કમ્પોઝીશન ગાયું, ત્યારે મને ક્યારેય એવું નથી લાગ્યું કે, તને સંગીતને પસંદ કરવામાં કોઈ પડકાર છે. એ સ્પષ્ટપણે બતાવે છે કે, તું કેટલો મહેનતુ અને સમર્થ છે. હું બધાને એટલું જ કહેવા ઇચ્છું છું કે, કાર્તિકએ આ ગીત ફક્ત અડધા કલાકમાં જ શિખીને રેકોર્ડ કર્યું હતું.”
કાર્તિક માટે વધુ એક આકર્ષક સરપ્રાઈઝ હતું, કેમકે શો પર તેનો સૌથી મોટો ચાહક 11 વર્ષનો અથર્વ દિલ્હીથી તેને મળવા આવ્યો છે. કાર્તિકની જેમ તે પણ ઓટિસ્ટિક સ્પેક્ટ્રમ ધરાવે છે. તેની માતાએ સ્ટેજ પર જણાવ્યું કે, અથર્વએ કાર્તિકની પ્રેરણાદાયી પ્રવાસમાંથી પ્રેરણા લઈ રહ્યો છે, તે સંગીતમાં તેની કારકીર્દી આગળ વધારવા ઇચ્છે છે. અથર્વની વાર્તા સાંભળ્યા બાદ, જજ અનુ મલિક અને નીતિ મોહન અથર્વને આર્થિક મદદ ઓફર કરી છે.
અનુ મલિક કહે છે, “અમે અથર્વની વાર્તા સાંભળી અને કઈ રીતે તેની માતા તેને ઉછેરવા માટે મહેનત કરી રહી છે, તો નીતિ અને હું તેમને જ્યારે પણ આર્થિક સહાયની જરૂર હોય તો, અમે જરૂરથી મદદ કરીશું.”
અથર્વ વિશે ચર્તા કરતા હિમેશ કહે છે, “એવું કોઈ લક્ષ્ય નથી જે તમે પ્રાપ્ત નથી કરી શકતા અને તારે ફક્ત તારી જાતમાં વિશ્વાસ મુકવાનો છે. અથર્વએ સંગીતમાં આગળ વધીને તેની કારકીર્દી બનાવવા ઇચ્છે છે તો, મારી સાથે અહીંના તમામ મ્યુઝીશિયન્સ તને સંગીતની તાલિમ માટે તને મદદ કરશે.”