Western Times News

Gujarati News

અમદાવાદના આ ચાર વિસ્તારોમાં હવાનું પ્રદુષણ સૌથી વધુ

ગુજરાતમાં સૌથી વધુ પ્રદુષિત હવા અમદાવાદમાં-પીરાણા, રાયખડ, રખિયાલ, ચાંદખેડામાં વધારે પ્રદૂષણ.

(એજન્સી)અમદાવાદ, ગુજરાતમાં પણ પ્રદૂષિત હવાનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે. ગુજરાતમાં સૌથી વધુ પ્રદુષિત હવા અમદાવાદમાં છે. દિવાળી પહેલા અમદાવાદની હવા પ્રદૂષિત થઈ છે. એર ક્વોલિટી ઈન્ડેક્સમાં વધારો થતા હવા દૂષિત બની છે. ખાસ કરીને પીરાણા, રાઈખડ, રખિયાલ, ચાંદખેડા, લેખવાડામાં એક્યુઆઈ ૨૦૦ ને પાર થઈ ગયો છે.

જ્યારે કે, અમદાવાદનો સરેરાશ એક્યુઆઈ ૧૭૩ રહ્યો છે. સૌથી વધુ પ્રદૂષિત હવા રખિયાલ વિસ્તારમાં જાેવા મળી છે.
દિવાળી પહેલા જ સ્માર્ટ સિટી અમદાવાદની હવા પ્રદુષિત બની છે. એક-બે નહિ, અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં હવા દુષિત બની રહી છે. પીરાણા, રાઇખડ, રખિયાલ, ચાંદખેડા, લેખવાડામાં  ૨.૫ અને એક્યુઆઈ ૨૦૦ ની ઉપર પહોંચ્યું છે. આજે અમદાવાદનું ઓવર ઓલ એક્યુઆઈ ૧૭૩ ૨.૫ એ પહોંચ્યું છે. સૌથી વધુ હવા પ્રદુષિત રખિયાલ વિસ્તારમાં છે.

ચાંદખેડામાં એક્યુઆઈ ૨૦૩ પીએમ ૨.૫
પીરાણા એક્યુઆઈ ૨૧૧ પીએમ ૨.૫
રખિયાલમાં એક્યુઆઈ ૨૮૯ પીએમ ૨.૫
લેખવાડામાં એક્યુઆઈ ૧૭૩ પીએમ ૨.૫ ૨૦૮

એક્યુઆઈ ૨૦૦ ની ઉપર જતા હવા પૂર કેટેગરીમાં હોવાથી ઓરેન્જ અલર્ટ આપવામાં આવે છે. સામાન્ય રીતે આ સ્થિતિમાં શ્વાસ સંબંધી દર્દીઓ બાળકો, વૃધ્ધો, હ્રદય અને ફેફસાં સંબંધિત બીમારી હોય તેવા લોકોને બહાર ન નીકળવા આ અલર્ટ અપાતું હોય છે. લોકોને બહાર ન નીકળવાની ન સુચના અપાતી હોય છે.

ગુજરાત જેમ જેમ વિકાસની હરણફાળ ભરી રહ્યુ છે તેમતેમ ગુજરાતમાં રહેવુ મુશ્કેલ બની રહ્યું છે. એક તરફ મોંઘવારીને કારણે રહેવુ મોંઘું, તો બીજી તરફ શ્વાસ લેવું પણ મુશ્કેલ બન્યું છે. ઉદ્યોગોની ચીમનીઓ ધુમાડો ઓકી રહી છે. જેને કારણે હવામાં પ્રદૂષણ વધ્યું છે. ૮૦ થી ૧૨૦ ઈન્ડેક્સ હોય તો એવરેજ નબળી અને ૧૨૦ થી ૩૦૦ ઈન્ડેક્સ હોય તો અત્યંત નબળી કેટેગરી ગણવામાં આવે છે.

અમદાવાદમાં પણ બેદરકારીના કારણે હવા સતત ઝેરી બની રહી છે. હાઈવે નિર્માણના કારણે ત્રણ ગણું પ્રદૂષણ વધ્યું છે. હાઈવે પરની હવા શ્વસન સંબંધી બીમારીઓ નોતરી રહી છે. આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ. કેમ કે ગત વર્ષે કેગ દ્વારા હાલમાં ગુજરાત વિધાનસભામાં ૫ વર્ષની કામગીરીનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં માત્ર જીપીસીબી જ નહીં

પરંતુ માર્ગ અને મકાન વિભાગ તેમજ વન વિભાગ દ્વારા કરવામાં આવી રહેલી બેદરકારીના કારણે લોકોના સ્વાસ્થ્ય પર તેની ખરાબ અસર થઈ રહી છે તેવુ જણાવાયુ હતું. બીજી તરફ, અમદાવાદમાં પીરાણાના કારણે પણ પ્રદુષણ વધી રહ્યું છે. શહેરમાં પ્રદુષણનું પ્રમાણ વધતા પર્યાવરણ સંકટ જેવી સ્થિતિ જાેવા મળી છે. આ ખુલાસો કેગના રિપોર્ટમાં થયો છે. અમદાવાદ માટે હજી પણ પીરાણાનો ડુંગર માથાનો દુખાવો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.