Western Times News

Gujarati News

બિનઅધિકૃત પાર્કિગ મુદ્દે ૪૧૦ રહેણાંક-૫૦૧ કોમર્શિલય એકમને નોટિસ અપાઈ

(એજન્સી)અમદાવાદ, ગુજરાત હાઇકોર્ટે બિસ્માર રોડ, રખડતા ઢોર અને પાર્કિગ મુદ્દે અમદાવાદ મહાનગર પાલિકા સહિત રાજ્ય સરકારની નબળી કામગીરી પર આકરું વલણ બતાવ્યું છે, ત્યારે અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા હાઇકોર્ટના આદેશ અને પાર્કિગ પોલિસી અંતર્ગત ૪૧૦ રહેણાક મકાન અને ધંધાકીય એકમ મળી કુલ ૯૧૧ એકમને નોટિસ ઇશ્યુ કરવામાં આવી છે.

જાહેર રસ્તા પર આડેધડ પાર્કિગ કરનાર વાહન પણ લોક કરી ૯ હજારનો દંડ વસુલાત કરવામાં આવ્યો છે. ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ અમદાવાદ મહાનગર પાલિકાના દક્ષિણ પશ્ચિમ ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા જાહેર રસ્તા પર રહેલા ગેરકાયદેસર પાર્કિગ મુદ્દે કડક કાર્યવાહી હાથ ધરાઇ હતી. ઇસ્કોન ચાર રસ્તાથી ઉજાલ સર્કલ સુધીના એસજી હાઇવે તથા સર્કલ પીથી પ્રહલાદનગર ગાર્ડન ચાર રસ્તા થઇ શ્યામલ ચાર રસ્તાથી કેનયુગ સુધીના ટીપી રોડ પર રહેલા ૨૮ નાના મોટા દબાણો દૂર કરાયા હતા.

કેનયુગ ચાર રસ્તાથી રાહુલ ટાવર સુધીના રોડ પર આવેલા રહેણાંક મિલકત તેમજ કોમર્શિયલ માલિકો તથા જાહેર જનતા દ્વારા બિનઅધિકૃત રીતે પાર્કિગ થયેલ જણાતા રોડ પાર્કિગ ન થાય તેમજ માર્જીન પૈકીની જગ્યાઓમાં દબાણ ન થાય તે અંગે જરૂરી વ્યવસ્તા કરવા સંબંધી માલિક, ચેરમેન, સેક્રેટરી એમ રહેણાંકના ૪૧૦ અને કોમર્શિલયના ૫૦૧ મળી કુલ ૯૧૧ યુનિટને જાહેર નોટિસ અપાઇ હતી.

એએમસી દક્ષિણ ઝોન એસ્ટેટ વિભાગે પણ જાહેર રસ્તામાં અડચણરૂપ લારી ગલ્લાઓ હટાવ્યા હતા. તેમજ ટ્રાફિકને નડતર કુલ ૭ વાહનો લોક કરી ૨૭૦૦ વહિવટી ચાર્જ વસુલ કરાયો હતો. એએમસી ઉત્તર ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા પણ જાહેર રસ્તામાં રહેલા દબાણ દૂર કરાયા હતા. બીઆરટીએસ કોરિડોર પાસે દબાણ કરનાર પાસેથી રૂપિયા ૮૨૦૦નો વહિવટી ચાર્જ વસૂલ કરાયો છે. નાના મોટા પરચૂરણ માલ સામાન નંગ ૭૮ મળીને કુલ ૧૩૮ જેટલો માલસામાન જપ્ત કરવામાં આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.