પેલેસ્ટાઇન સમર્થકોનો રશિયામાં રનવે પર કબજો
નવી દિલ્હી, ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલુ છે. ઈઝરાયલ ગાઝામાં સતત સૈન્ય કાર્યવાહી કરી રહ્યું છે. આ બધાની વચ્ચે રવિવારે પેલેસ્ટાઈન સમર્થકો દક્ષિણી રશિયન વિસ્તાર દાગિસ્તાનના મખાચકાલા શહેરમાં એરપોર્ટના રનવે પર અચાનક પહોંચી ગયા હતા.
આ સમય દરમિયાન, વિરોધ કરી રહેલા લોકોએ રનવે બંધ કરી દીધો હતો, ત્યારબાદ રશિયન એવિએશન ઓથોરિટી રોસાવિયાત્સિયાએ દાગેસ્તાન ક્ષેત્રમાં જતી તમામ ફ્લાઇટ્સ અન્ય એરપોર્ટ પર ડાયવર્ટ કરી હતી.
સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, આ લોકો ગાઝામાં ઈઝરાયલની કાર્યવાહીની નિંદા કરવા માટે એકઠા થયા હતા. દેખાવકારોનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં પ્રદર્શનકારીઓ એર ટર્મિનલમાં પ્રવેશતા અને પછી અંદરના તમામ રૂમને તોડી નાખતા જાેઈ શકાય છે. વિરોધીઓએ પેલેસ્ટિનિયન ધ્વજ લહેરાવતા અને “અલ્લાહુ અકબર” ના નારા લગાવતા એરપોર્ટ બિલ્ડીંગ પર હુમલો કર્યો હતો. અહીં તેઓએ યહુદી વિરોધી સૂત્રોચ્ચાર કર્યા અને તેલ અવીવ, ઇઝરાયલથી આવતી ફ્લાઇટ્સ પર આવતા મુસાફરોની શોધ કરી હતી.
વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે પ્રદર્શનકારીઓ બળજબરીથી દરવાજાે ખોલી રહ્યા છે. કેમેરાની પાછળનો વ્યક્તિ અભદ્ર ભાષામાં બૂમો પાડી રહ્યો છે અને દરવાજા ખોલવાનું કહી રહ્યો છે. આ દરમિયાન તે એરપોર્ટ કર્મચારીઓ પર ગુસ્સે થઈ રહ્યો છે. એક મહિલા રશિયનમાં કહી રહી છે, “અહીં કોઈ ઈઝરાયલી નથી. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પ્રદર્શનકારીઓનો ઉદ્દેશ્ય ઇઝરાયલના નાગરિકો પર હુમલો કરવાનો હતો. દાગિસ્તાનના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ૨૦ થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમાંથી બેની હાલત ગંભીર છે.
તેમાં કહેવામાં આવ્યું છે કે ઘાયલોમાં પોલીસ અધિકારીઓ અને નાગરિકોનો સમાવેશ થાય છે. આંદોલનકારીઓ સામે કાર્યવાહી કરાઇ રહી છે. બીજી તરફ, પરિસ્થિતિને જાેતા ઇઝરાયલે રશિયન સત્તાવાળાઓને ઇઝરાયલ અને યહૂદીઓની સુરક્ષા કરવા વિનંતી કરી હતી. જેરુસલેમમાં વિદેશ મંત્રાલયના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મોસ્કોમાં ઇઝરાયલ ના રાજદૂત રશિયન અધિકારીઓ સાથે કામ કરી રહ્યા છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “ઇઝરાયલ પોતાના નાગરિકો અને યહૂદીઓને ક્યાંય પણ નુકસાન પહોંચાડવાના પ્રયાસોને ગંભીરતાથી લે છે.” સ્ટેટ ડિપાર્ટમેન્ટના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “ઇઝરાયલ અપેક્ષા રાખે છે કે રશિયન સત્તાવાળાઓ તમામ ઇઝરાયલી નાગરિકો અને યહૂદીઓનું રક્ષણ કરે.SS1MS