Western Times News

Gujarati News

ડુંગળીના ભાવ ૧૫૦ રૂપિયા સુધી જઇ શકે છે

નવી દિલ્હી, કેટલાક મહિનાઓથી ટામેટાના ભાવે સામાન્ય લોકોના બજેટને બગાડ્યું હતું અને હવે ડુંગળીના ભાવ પણ તે જ માર્ગે ચાલી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં ડુંગળીના ભાવમાં રેકોર્ડ વધારો જાેવા મળી રહ્યો છે. દિલ્હી દ્ગઝ્રઇમાં એક સપ્તાહમાં ડુંગળીના ભાવ બમણા થઈ ગયા છે. આ સિવાય બેંગલુરુ, પંજાબ, મુંબઈ અને દેશના અન્ય શહેરોમાં ડુંગળીની કિંમત ૧૦૦ રૂપિયાની નજીક પહોંચી ગઈ છે.

રિપોર્ટ્‌સ અનુસાર, ડુંગળીના ભાવમાં હજુ વધારો થવાની ધારણા છે. રવિવારે બેંગલુરુમાં ડુંગળીનો જથ્થાબંધ ભાવ ૭૦ રૂપિયા પ્રતિ કિલો હતો, જે એક સપ્તાહ પહેલા ૫૦ રૂપિયા હતો. છૂટક કિંમત ૩૯ રૂપિયાથી વધીને ૮૦ રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. અહેવાલ મુજબ, ડુંગળીના ભાવ હજુ થોડા દિવસો સુધી ઊંચા સ્તરે રહેશે અને તે ૧૦૦ રૂપિયાને પાર કરી શકે છે અને પ્રતિ કિલો ૧૫૦ રૂપિયા સુધી જઈ શકે છે.

સ્થાનિક ખેડૂતો તરફથી ડુંગળીની સપ્લાય ઓછી થવાના કારણે તેના ભાવમાં ઝડપથી વધારો થયો છે. હુબલીમાં એક સપ્તાહમાં ડુંગળીની કિંમત ૨૫૦૦થી ૩૦૦૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વધીને ૬,૦૦૦-૬,૬૦૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગઈ છે. તેવી જ રીતે છૂટક બજારમાં ડુંગળીની કિંમત ૩૦ થી ૩૫ રૂપિયા પ્રતિ કિલોથી વધીને ૭૫થી ૮૦ રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.

આ કિંમતો માત્ર એક સપ્તાહમાં વધી છે. સરકારે વધતી કિંમતોને ઘટાડવા માટે કેટલાક નક્કર પગલાં લીધા છે. શનિવારે ડુંગળીની નિકાસ પર ડ્યુટી જાહેર કરવામાં આવી હતી. હવે ડિસેમ્બર સુધી ડુંગળીની નિકાસ ડ્યુટી ૬૦ રૂપિયા પ્રતિ કિલો હશે, જે પહેલા ૪૦ રૂપિયા પ્રતિ કિલો હતી. નિકાસ ડ્યુટી વધારવાથી વધુ ડુંગળી સ્થાનિક બજારમાં પહોંચશે, જેનાથી ભાવ ઘટી શકે છે.

નિષ્ણાતો કહે છે કે બજારમાં ઉપલબ્ધ ડુંગળીનો છેલ્લો સ્ટોક સંગ્રહિત કરવામાં આવી રહ્યો છે, જેના કારણે સપ્લાય ઝડપથી ઘટી રહી છે. સ્થાનિક બજારમાં ડુંગળીનો પુરવઠો ઘટ્યો છે, જેના કારણે ડુંગળીના ભાવ ઝડપથી વધી રહ્યા છે. રિપોર્ટ અનુસાર જાે સરકાર આ અંગે તાત્કાલિક પગલાં નહીં લે તો ડુંગળીની કિંમત ૧૨૦થી ૧૫૦ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી શકે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.