અંકલેશ્વરના રહીશોએ ‘મારો મત મારો અધિકાર’ સહી ઝુંબેશ હાથ ધરતા ૧૫ હજારથી વધુ ફોર્મ ભરાયા
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ગુજરાત જ નહીં પણ મુંબઈ કરતા પણ મોંઘું પાણી મેળવતા હોવાનો આક્રોશ તેમજ સ્થાનિક ચૂંટણીમાં મતાધિકાર મેળવવા માટે અંકલેશ્વર નોટિફાઈડ એરિયા હાઉસિંગ સોસાયટીના રહીશોએ મારો મત, મારો અધિકાર થકી આગામી પાંચ દિવસ સહી ઝુંબેશ શરૂ કરી છે.જેના માટે ૨૫ હજારથી વધુ ફોર્મ છપાવતા હાલ સુધી ૧૫ હજારથી વધુ ફોર્મ ભરાઈ ચુક્યા છે.
અંકલેશ્વર હાઉસિંગ સોસાયટીના રહીશોએ સરદાર પાર્ક નજીક બે દિવસથી તંબુ ટાણી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની જેમ નોટિફાઈડ એરિયામાં પણ જનપ્રતિનિધિ માટે મારો મત,મારો અધિકાર અભિયાન છેડયું છે.નોટીફાઈડ વિસ્તારના લોકોને સાંસદ અને ધારાસભ્ય ચૂંટવાનો અધિકાર છે.પરંતુ સ્થાનિક જનપ્રતિનિધી માટે મતાધિકાર નથી.
અંકલેશ્વર નોટિફાઈડ એરિયાના અનેક પ્રશ્નો છે અને સરકારી અધિકારીઓ કે કર્મચારીઓને રજુઆત કરવા છતાં તેઓ ધ્યાન આપતા નથી.જેને લઈ આગામી ૫ દિવસ સુધી સહી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.જેમાં અંકલેશ્વર હાઉસિંગ સોસાયટીના રહીશોએ ૨૫ હજારથી વધુ ફોર્મ છપાવતા અત્યાર સુધીમાં મારો મત,મારો અધિકારની માંગ સાથે ૧૫ હજારથી વધુ ફોર્મ લોકોએ ભરી તમામ ચુંટણીમાં તેઓને મતાધિકાર મળે તેવી આશા સેવી રહ્યા છે.
અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન પ્રમુખ અતુલ માંકડિયા એ જણાવ્યુ હતું કે તેઓ જ્યારથી રહેવા આવ્યા છે ત્યારથી તેઓને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મત આપવાનો અધિકાર આપવામાં આવ્યો નથી માત્ર વિધાનસભા અને લોકસભાની ચૂંટણી માં જ મત આપવા દેવામાં આવે છે.વર્ષોથી ધણી સમસ્યા હોવા છતાં અમારું કોઈ સાંભળતું નથી અને સૌથી વધુ નોટીફાઈડ ટેક્ષ ચૂકવવા છતાં કોઈ સુવિધા આપવામાં આવતી નથી જેથી મારો મત મારો અધિકાર સહી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
નોટિફાઈડ એરિયા રહેતા લોકો સૌથી વધુ રેવન્યુ આપી રહ્યા છે.જેમાં નોટિફાઈડ એરિયાના રહીશોને રૂપિયા ૪૮ માં ૧૦૦૦ લીટર પાણી મળે છે.જે સમગ્ર ગુજરાતમાં તો મોંઘું છે જ પણ મુંબઈ કરતા પણ ૭ ગણું મોંઘું હોવાની હૈયાવરાળ કઢાઈ છે.મુંબઈમાં મ્સ્ઝ્ર ઘર વરપાશના રહીશોને પીવાનું પાણી રૂપિયા ૬ માં ૧૦૦૦ લીટર આપે છે.આ જાેતા અંકલેશ્વર હાઉસિંગ સોસાયટીના રહીશો મુંબઈને પણ વિકાસમાં સૌથી મોંઘું પાણી ખરીદી ઓવરટેક કરી રહ્યા છે તેમ લાગી રહ્યું છે.
અંકલેશ્વર જીઆઈડીસીમાં ૬૦ હજાર કરતા વધુ લોકો વસવાટ કરી રહ્યાં છે.જમાંથી ૨૦ હજાર લોકોના મત નીકળી રહ્યા છે.તો રહેણાંક વિસ્તારમાં આટલી બધી વસ્તી હોવા છતાં અહીં સ્મશાન,પોસ્ટ ઓફિસ કે શૌચાલયની પણ સુવિધા નહિ આપવામાં આવતા લોકોમાં રોષ જાેવા મળી રહ્યો છે.