અંકલેશ્વર ઓદ્યોગિક વસાહતના પ્રદુષિત પાણીનો ભોગ મૂંગા પક્ષીઓ બન્યા
બે પક્ષીઓના મૃત્યુઃ બે ને બચાવી જીઆઈડીસી તળાવમાં મુક્ત કરાયા
(પ્રતિનિધિ) ભરૂચ, અંકલેશ્વર ઓદ્યોગિક વિસ્તારમાં કેટલાક વિસ્તારમાં કલર વાળું અને વાસ વાળું પ્રદુષિત પાણી ભેગું થઈ તળાવ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી.જેની ફરિયાદ સ્થાનિક સામાજીક સંસ્થાને થતા તેમના દ્વારા જીપીસીબી,નોટીફાઈડ અધિકારી તેમજ ઓદ્યોગિક સમૂહોના પ્રતિનિધિઓને સ્થળ પર બોલાવી તેઓને બતાવી તપાસ કરવા જણાવ્યું હતું.
તેમના દ્વારા સેમ્પલો લઈ આગળની કાર્યવાહી કરવામાં આવી છે. પરંતુ આ પ્રદુષિત પાણીના કારણે બે પક્ષીઓના મોત નિપજવા પામ્યા હતા.
અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી ડેટોક્ષ કંપનીની પાછળ પ્રદુષિત પાણી મોટી માત્રામાં સંગ્રહ થયેલ હતું.જેની જીપીસીબી દ્વારા તપાસ થઈ રહી છે.જાેકે કેટલીક નામાંકિત કંપનીનું પ્રદુષિત પાણી હોવાના સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે.જે આધારે તે કંપનીઓ સામે સામે શંકા વ્યક્ત કરવામાં આવી છે.
પરંતુ જીપીસીબી દ્વારા પુરાવા ભેગા કરી કાર્યવાહી કરશે એવું કેહવામાં આવી રહ્યું છે.હવે જાેવાનું એ રહ્યું કે જીપીસીબી આગળ કેવી કાર્યવાહી કરે છે?કે પછી માત્ર સેમ્પલ લઈ નોટિસ આપી કાર્યવાહી કરી હોવાનો સંતોષ માને છે.
આ ભેગા થયેલ અને તળાવ સ્વરૂપે બનેલ પ્રદુષિત પાણીને જાેઈ આકાશી પક્ષી જેને જળ-કૂકડી (જંગલી બતક) થી ઓળખવામાં આવે છે તેનું ચાર સભ્યોનું એક ઝુંડ પાણી અને ખોરાકની શોધમાં આ પ્રદુષિત પાણીને કુદરતી પાણી સમજી ઉતરી આવ્યા હતા જ્યાં એક પક્ષીનું સ્થળ પર મરણ થયું હોવાની જાણ પ્રકૃતિ સુરક્ષા મંડળને થતા તેઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા
અને જીપીસીબી તેમજ ઓદ્યોગિક સમૂહોના પ્રતિનિધિઓએ ફાયર વિભાગને બોલાવી અન્ય ત્રણ પક્ષીઓને બચાવી લીધા હતા.બાકીના ત્રણને જીઆઈડીસીના તળાવમાં મુક્ત કરી દેવામાં આવ્યા હતા.જ્યાં અન્ય એક પક્ષીનું પણ મૃત્યુ થતા કુલ બે પક્ષીઓના મોત થયા હતા અને બે પક્ષીઓ ને મુક્ત કરવામાં આવ્યા હતા.આમ માનવ કૃત્યુના કારણે બે મૂંગા પક્ષીઓનો ભોગ લેવાયો હતો.
પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમ પટેલે જણાવ્યું હતું કે આજ રોજ બનેલ ઘટનામાં બે પક્ષીઓના મૃત્યુ થયા છે અને બે ને બચાવી લેવામાં આવ્યા છે.વરસાદી ઋતુ પૂરું થયા બાદ પણ પ્રદુષિત પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે.જેની વાંરવાર અમારા દ્વારા ફરિયાદો કરવામાં આવે છે.સ્થળ પર દેખાતા પુરાવા મુજબ કેટલીક નામાંકીત કંપનીનું આ ઈરાદાપૂર્વકનું કૃત્ય દેખાય રહ્યું છે.આવા કૃત્યોના લીધે પશુ – પક્ષી અને માનવ સ્વાસ્થ્યને ગંભીર નુકશાન થઈ રહ્યું છે.સુપ્રીમ કોર્ટના હુકમનો ભંગ કરનારા અને કેહવતા આ મોટા માથાઓ સામે જીપીસીબી ડર્યા વગર સખ્ત કાર્યવાહી કરે તેવી અમારી માંગ છે.