“આ રાજ્યમાં મુસ્લિમ પુરૂષો બે લગ્ન કરે છે અને બંને પત્ની સરકારી પેન્શન માટે ઝઘડે છે”
આસામમાં સરકારી કર્મચારી મંજૂરી વગર લગ્ન નહીં કરી શકે: સીએમ
દિસપુર, આસામ સરકારના કોઈપણ કર્મચારીને બીજા લગ્ન કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં, ભલે કર્મચારીને તેમના ધર્મમાં મં જૂરી કેમ આપવામાં ન આવી હોય. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ શુક્રવારે જણાવ્યું હકે, સરકારી કર્મચારીએ બીજા લગ્ન કરવા માટે સરકારની મંજૂરી લેવાની રહેશે.
મુખ્યમંત્રી સરમાએ વધુમાં કહ્યું કે, અમારી સામે એવી બાબતો સામે આવે છે કે મુસ્લિમ પુરૂષ બે મહિલા સાથે લગ્ન કરે છે અને પછી બંને પત્નીઓ એક જ વ્યક્તિના પેન્શન માટે લડે છે. આ કાયદેા પહેલાથી જ છે, હવે અમે તેને લાગુ કરવાનો નિર્ણય કર્યાે છે. સરકારના પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, આ રીતે, કોઈપણ સરકારી મહિલા કર્મચારી પણ સરકારની મંજૂરી વિના એવા કોઈ વ્યક્તિ સાથે લગ્ન ન કરી શકે, જેની પત્ની જીવિત છે.
આસામ સરકારે તાજેતરમાં બાળ લગ્ન પર આકરી કાર્યવાહી કરીને હજારો લોકોની ધરપકડ કરી હતી. આ ઉપરાંત, બહુલગ્નપ્રથા પર પણ પ્રતિબંધ માટે એક કાયદા બનાવવાનો નિર્ણય કર્યાે છે.
હવે બીજા લગ્નને લઈને પ૮ વર્ષ જૂનો કાયદો લાગુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આસામ સરકારે પોતાના કર્મચારીઓને જીવનસાથીના જીવિત રહેવા પર કોઈ અન્ય સાથે લગ્ન કરવા પર પ્રતિબંધ મૂક્યો છે અને બીજા લગ્ન કરવા પર દંડનીય કાર્યવાહીની ચેતવણી આપી છે. આસામ સરકારના પરિપત્રમાં મુસલમાનોના ઉલ્લેખ સિવાય કહેવાયું છે કે, કોઈ પણ સરકારી કરમ્ચારી, જેની પત્ની જીવિત છે, સરકારની મંજૂરી વિના બીજા લગ્ન કરી શકશે નહીં, ભલે તેમને પર્સનલ લો અંતર્ગત બીજા લગ્નની મંજૂરી હોય. આ આદેશ તાત્કાલિક અસરથી લાગુ થશે.