રાજકોટમાં શરદી-ઉધરસ અને ઝાડા-ઉલટીના કેસોમાં વધારો
રાજકોટ, રાજકોટમાં રોગચાળાએ માઝા મૂકી છે, ફરી એકવાર શહેરમાં ઠેર ઠેર ડેન્ગ્યૂથી લઇને ચિકનગુનિયા અને વાયરલ ફિવરના દર્દીઓ જાેવા મળી રહ્યાં છે. ગયા છેલ્લા એક અઠવાડિયાથી રોગચાળાની સ્થિતિમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે, જેના તંત્રની ઊંઘ ઉડી ગઇ છે. રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી રોગચાળાનું પ્રમાણ સતત વધી રહ્યું છે.
એક અઠવાડિયામાં શહેરની સરકારી હૉસ્પિટલોમાં નોંધાયેલા રોગચાળાના આંકડાએ તંત્રને દોડતુ કરી દીધુ છે. તાજા આંકડા પ્રમાણે, શહેરમાં ડેન્ગ્યૂના ના ૯, ચિકનગુનિયાના ૮, શરદી-ઉધરસના ૮૨૨ અને ઝાડા ઉલટીના ૧૮૦ કેસ નોંધાયા છે. છેલ્લા એક અઠવાડિયાથી દર્દીઓના ધસારાને જાેતા સરકારીની સાથે સાથે ખાનગી હૉસ્પીટલો પણ ઉભરાઇ રહી છે. ખાસ વાત છે કે, રાજકોટ શહેરની વિસ્તારની સાથે સાથે હવે રોગચાળાની ઝપેટમાં ગ્રામ્ય વિસ્તારો પણ આવી રહ્યાં છે. શહેરમાં ભાજપના કોર્પૉરેટર નિતીન રામાણી પણ ચિકનગુનિયાની ઝપેટમાં આવ્યા છે.
ખાસ વાત છે કે, રાજકોટમાં અત્યારે મિશ્ર ઋતુનો અનુભવ થઇ રહ્યો છે, વહેલી સવારે ઠંડી, બપોરે તડકો અને સાંજે વાદળછાંયુ વાતાવરણ રહેવાથી રોગચાળો હજુ પણ વકરી શકે છે. ભારતમાં ડેન્ગ્યુના કેસોમાં અચાનક વધારો થયો છે. સમગ્ર ઉત્તર ભારત અને દિલ્હી-એનસીઆર સહિત દેશના ઘણા ભાગોમાં આ દિવસોમાં ડેન્ગ્યુના કેસ સતત વધી રહ્યા છે. તાજેતરમાં દિલ્હીના કેટલાક વિસ્તારોમાં ભારે ચોમાસાના પૂર બાદ પાણી ભરાઈ ગયા હતા.
ઉત્તર ભારતના અન્ય વિસ્તારોમાં પણ પૂરના કારણે મચ્છરજન્ય રોગોમાં વધારો થયો છે. દિલ્હીમાં પૂર બાદ ડેન્ગ્યુના કેસ ઝડપથી વધી રહ્યા છે. તાજેતરમાં દિલ્હી સરકારે ડેન્ગ્યુ જીનોમ ઓળખ માટે ૨૦ ડેન્ગ્યુ સેમ્પલ મોકલ્યા હતા. તેમાંથી સૌથી ખતરનાક સ્ટ્રેન ૧૯ કેસમાં જાેવા મળ્યું હતું. ડેન્ગ્યુના આ સ્ટ્રેનને લઈ આરોગ્ય અધિકારીઓ અને લોકોની ચિંતા વધી છે. દિલ્હીના આરોગ્ય વિભાગને જાણવા મળ્યું છે કે ૨૦ માંથી ૧૯ સેમ્પલ ટાઇપ ૨ ડેન્ગ્યુના હતા, જે સૌથી ખતરનાક માનવામાં આવે છે. ડેન્ગ્યુ ટાઈપ-૨ એક ખતરનાક સ્ટ્રેન છે. આ ડેન્ગ્યુનો સૌથી ખતરનાક સ્ટ્રેન છે.
ડેન્ગ્યુ વાયરસમાં સ્ટ્રેન છે, જેમાં ડેઈનવી-૨ સ્ટ્રેન સૌથી ખતરનાક છે. દિલ્હીમાં ડેન્ગ્યુના ૯૦ ટકાથી વધુ કેસ ડેઈનવી-૨ સ્ટ્રેનના છે. જેના કારણે દર્દીનો જીવ પણ જઈ શકે છે. આ જ કારણ છે કે દિલ્હી સરકારે તમામ સરકારી એજન્સીઓ સહિત સામાન્ય લોકોને સતર્ક રહેવાની અપીલ કરી છે. ડેઈનવી-૨ ચેપના લક્ષણો ડેન્ગ્યુના અન્ય સીરોટાઇપ જેવા જ છે, પરંતુ તે વધુ ગંભીર હોઈ શકે છે.SS1MS