અમિત શાહે દિલ્હીમાં એકતા દિવસ કાર્યક્રમમાં ભાગ લીધો
નવી દિલ્હી, ભારતના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પર આજે દેશભરમાં નેશનલ યુનિટી રન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ શ્રેણીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં એકતા દિવસ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આજે સવારે સૌ પ્રથમ અમિત શાહ સરદાર વલ્લભભાઈ પટેલના સ્મારક પર પહોંચ્યા હતા અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર પણ હાજર હતા.
તેમણે સરકાર પટેલની જન્મજયંતિ પર લોકોને શુભેચ્છા પાઠવીને સંબોધનની શરૂઆત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘આજે આપણા દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર પટેલનો ૧૪૮મો જન્મદિવસ છે.આપણે બધા જાણીએ છીએ કે જ્યારે અંગ્રેજાે અહીંથી ચાલ્યા ગયા ત્યારે તેમણે દેશને ટુકડા કરીને છોડી દીધો હતો. પરંતુ આઝાદીના થોડા દિવસો પછી, સરદાર પટેલે ૫૫૦ થી વધુ રજવાડાઓને એકતાના તાંતણે બાંધી દીધા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પર ‘રન ફોર યુનિટી’ને લીલી ઝંડી આપી હતી.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પર એકતાના શપથ લેવડાવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન લોકોને સંબોધતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે તેમણે ગુજરાતના કેવડિયામાં સરદાર પટેલની સૌથી ઊંચી પ્રતિમા બનાવીને તેમનું સન્માન કરવાનું કામ કર્યું છે.
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, ‘સરદાર પટેલના ઇરાદાનું પરિણામ એ છે કે ભારતનો નકશો છે અને કાશ્મીરથી કન્યાકુમારી સુધી ભારત એક છે, જાે સરદાર સાહેબ ન હોત તો આપણે અહીં ન હોત. આપણે સંકલ્પ લેવો પડશે કે જ્યારે દેશ આઝાદીની ૧૦૦મી વર્ષગાંઠ ઉજવી રહ્યો છે.SS1MS