સુરેન્દ્રનગરના સાયલામાં 200 મેગાવોટ સોલર મોડ્યુલ્સના સપ્લાય માટે એન્જિ ઇન્ડિયા પાસેથી વારી એનર્જીએ મેન્ડેટ મેળવ્યો
વારી એનર્જીએ 200 મેગાવોટ મોડ્યુલના સપ્લાય માટે એન્જિ ઇન્ડિયા પાસેથી મેન્ડેટ મેળવ્યો
ભારતના અગ્રણી પીવી સોલર મોડ્યુલ ઉત્પાદક વારી એનર્જીસ લિમિટેડે ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલા ગામમાં સોલર પાવર પ્રોજેક્ટ માટે 200 મેગાવોટ સોલર મોડ્યુલ્સના સપ્લાય માટે એન્જિ ઇન્ડિયા પાસેથી મેન્ડેટ મેળવ્યો છે. Waaree Energies Ltd. Wins 200 MW Module Supply Mandate from ENGIE India.
એન્જિ ઇન્ડિયા ફ્રાન્સ સ્થિત એન્જિ ગ્રૂપની પેટા કંપની છે, જે લો-કાર્બન એનર્જી અને સર્વિસિસમાં વૈશ્વિક સ્તરે અગ્રણી છે. કંપની સલાયા પ્રોજેક્ટ વિકસાવી રહી છે, જે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ (જીયુવીએનએલ) સાથે 25 વર્ષના સોલર પાવર પર્ચેઝ એગ્રીમેન્ટ (પીપીએ) હેઠળ જીયુવીએનએલ 2 તરીકે નિયુક્ત છે.
વારી એનર્જીસ લિમિટેડ સતત 35 ક્વાર્ટર સુધી બ્લૂમ્બર્ગએનઇએફ તરફથી ટિયર 1 રેટિંગ મેળવનાર એકમાત્ર ભારતીય સોલર મોડ્યુલ ઉત્પાદક હોવાનું ગૌરવ કરે છે. કંપનીના મોડ્યુલની બેજોડ યોગ્યતા અને વિશ્વસનીયતા સાથે મોટી યુટિલિટી જરૂરિયાતોને પૂર્ણ કરવાની જબરદસ્ત ક્ષમતાઓએ વારીને ભારત અને વિશ્વભરમાં સોલર પાવર પ્રોજેક્ટ્સ માટે પસંદગીના સપ્લાયર બનાવ્યાં છે.
વારી ગ્રૂપના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર હિતેશ દોશીએ આ મેન્ડેટ વિશે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, “એન્જિ ઇન્ડિયા તરફથી આ મેન્ડેટ ભારતના મુખ્ય સોલાર મોડ્યુલ ઉત્પાદક તરીકે વારીની હાજરીને માન્યતા આપે છે. અમે અમારા મોડ્યુલ્સ માટે ગુણવત્તા અને વિશ્વસનીયતાના શ્રેષ્ઠ ધોરણો પ્રત્યેની અમારી અતૂટ પ્રતિબદ્ધતા પર ગર્વ અનુભવીએ છીએ. વારી ભારતમાં અને સમગ્ર વિશ્વમાં ગ્રીન એનર્જી સંક્રમણને આગળ ધપાવવા માટે સમર્પિત છે અને અમે આ ઉદ્દેશ્યને અનુરૂપ વધુ પ્રોજેક્ટ્સમાં યોગદાન આપવા માટે આતુર છીએ.”
એન્જિ સાથે વારીનો સપ્લાય મેન્ડેટ આ વર્ષના નવેમ્બરથી શરૂ થવાની આશા છે તથા તે ફેબ્રુઆરી 2024 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે. કંપની દ્વારા સલાયા વિલેજ પ્રોજેક્ટ માટે સપ્લાય થનારા એએચએનએવાય 545 ડબલ્યુપી ભાયફેશિયલ મોડ્યુલ્સના 200 મેગાવોટ પ્રતિ વર્ષ 34 કરોડ યુનિટ વીજળીનું ઉત્પાદન કરશે.