એર ઇન્ડિયાએ મુંબઇ અને તમામ USA ડેસ્ટિનેશન વચ્ચે નવા B777 એરક્રાફ્ટ લોંચ કર્યા
સાન ફ્રાન્સિસ્કો અને ન્યુ યોર્ક-જેકેએફ માટેના B777-200LR એરક્રાફ્ટમાં 28 બિઝનેસ, 48 પ્રીમિયમ ઇકોનોમી, 212 ઇકોનોમી ક્લાસ સીટ
એર ઇન્ડિયાએ નવા લોંચ કરાયેલા બોઇંગ 777 સાથે તમામ મુંબઇ-યુએસએ રૂટ ઉપર મુસાફરીના અનુભવમાં વધારો કર્યો
ગુરૂગ્રામ, ભારતની અગ્રણી વૈશ્વિક એરલાઇન એર ઇન્ડિયાએ યુએસના ત્રણ ડેસ્ટિનેશન – મુંબઇઃ ન્યુ યોર્ક જેકેએફ એરપોર્ટ, નેવાર્ક લિબર્ટી એરપોર્ટ (ન્યુ જર્સી) અને સાન ફ્રાન્સિસ્કો વચ્ચેની તેની નોન-સ્ટોપ સેવાઓ માટે નવા સામેલ કરાયેલા બી777 એરક્રાફ્ટને સામેલ કર્યાં છે. તે સુનિશ્ચિત કરે છે કે એર ઇન્ડિયા દ્વારા પહેલીવાર મુંબઇથી નોર્થ અમેરિકાના તમામ શહેરો માટેના એરક્રાફ્ટને અપગ્રેડ કરવામાં આવ્યાં છે, જે આધુનિક સીટ તથા તમામ વર્ગો માટે ઇનફ્લાઇટ એન્ટરટેઇનમેન્ટ સિસ્ટમથી સજ્જ છે.
આ ઉપરાંત મુંબઇથી લંડન હિથ્રો (AI130/AI131) વચ્ચે એર ઇન્ડિયાની બે ડેઇલી ફ્લાટઇટ્સ પણ હવે નવા બી777 એરક્રાફ્ટ દ્વારા સંચાલિત કરાશે, જે અદ્યતન ઇન્ટિરિયર્સની સાથે-સાથે તેમાં ફર્સ્ટ ક્લાસ કેબિનની રજૂઆત કરાઇ છે.
સાન ફ્રાન્સિસ્કો અને ન્યુ યોર્ક-જેકેએફ માટેના બી777-200એલઆર એરક્રાફ્ટમાં 28 બિઝનેસ, 48 પ્રીમિયમ ઇકોનોમી, 212 ઇકોનોમી ક્લાસ સીટ તેમજ નેવાર્ક-લિબર્ટી અને લંડન માટેના બી777-300ઇઆર 8 ફર્સ્ટ ક્લાસ, 40 બિઝનેસ અને 280 ઇકોનોમી ક્લાસ સીટ ધરાવે છે.
એર ઇન્ડિયાના એમડી અને સીઇઓ કેમ્પબેલ વિલ્સને કહ્યું હતું કે, “અમે મુંબઇ અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચેના તમામ રૂટ ઉપર ઉત્કૃષ્ટ અનુભવ ઓફર કરતાં તથા અમારી લંડન સેવાઓને અપગ્રેડ કરતાં ઉત્સાહિત છીએ. તે એર ઇન્ડિયા ખાતે ચાલતાં પ્રોડક્ટ ટ્રાન્સફોર્મેશનનો હિસ્સો છે, જે અંતર્ગત સાત નવા બી777ની ગત વર્ષે રજૂ કરાયા છે તેમજ ચાર વધુ એરક્રાફ્ટ ઉમેરાશે.
તે સાથે આગામી મહિનાઓમાં છ નવા એરબસ એ350 પણ સામેલ કરાશે. આ તમામ એરક્રાફ્ટ વધુ બેજોડ ઇન્ટિરિયર્સ ધરાવે છે તથા વર્ષ 2024ના મધ્યમ સુધીમાં શરૂ થતાં અમારા સમગ્ર વાઇડબોડી ફ્લીટના ઇન્ટિરિયર અપગ્રેડ માટેનો માર્ગ મોકળો કરશે.”