Western Times News

Gujarati News

કેનાલમાં છલાંગ લગાવનાર મહીલાને પોલીસ કર્મીએ બચાવી

પ્રતિકાત્મક

પુત્ર સાથે બોલાચાલી થયા બાદ મહીલાએ કેનાલમાં ઝંપલાવ્યું હતું

સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગરમાં પુત્ર સાથે બોલાચાલી થયા બાદ કેનાલમાં મોતની છલાંગ લગાવનાર મહીલાને પોલીસ કર્મીએ તેમના જન્મદીવસે બચાવી માનવતાનું ઉદાહરણ પુરુ પાડયું હતું. A woman who jumped into the canal was rescued by a policeman

મળતી માહિતી મુજબ શહેરના ૮૦ ફૂટ રોડ પર રહેતા પરીવારની એક મહીલાનો પુત્ર ધોો.૧ર અભ્યાસ કરે છે. શનીવારે માતા અને પુત્ર વચ્ચે બોલાચાલી થઈ હતી. આથી મહીલાએઅ પ્રથમ તો પોતાની દવાની વધુ પડતી ટેબલેટ ખાઈ લીધી હતી. ત્યારબાદ રિક્ષા કરીને શનીવારે રાત્રે ર.૩૦ કલાકે દુધરેજ કેનાલમાં ઝપલાવવા પહોચી હતી.
રીક્ષાવાળો મહીલાને કેનાલ પાસે ઉતારી આગળ આવતી ચાની હોટલે ચા પીવા ગયો હતો.

અને એક મહીલા કેનાલમાં પડવા ગઈ હોવાની વાત ફરતા હોટલલ માલીક અને અન્ય એઅક યુવાન તુરંત કેનાલ પાસે પહોંચ્યા હતા. જયાં કેનાલની પાળ પર મહીલાના ચંપલ અને મોબાઈલ નજરે પડયા હતા. પરંતુ બંનેમાંથી કોઈને તરતા ન આવડતુું હોવાથી બંને બહાર ઉભા રહીને મદદ માટે બુમો પાડતા રાત્રી પેટ્રોલીગમાં રહેલા સુરેન્દ્રનગર એ ડીવીઝન પોલીસ મથકના એએસઆઈ નાગરભાઈ દલવાડી અને રવીરાજસિંહ કેનાલ પહોચ્યા હતા.

અને તુરંત કેનાલમાં ઝપલાવીને મહીલાને બહાર કાઢી જીવન બચાવ્યું હતું. પોલીસે મહીલાની પુછપરછ કરી તેના પરીવારજનોને બોલાવી પરત સોપાઈ હતી. પરીવારજનોને આ બાબતે કોઈ પોલીસ કાર્યવાહી કરવાનો ઈનકાર કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છેકે તા.ર૮મીએ શનીવારે એએસઆઈ નાગરભાઈનો પ૦ મો જન્મદીવસ હતો અને જન્મદીવસે તેઓએ મહીલાનો જીવ બચાવીને જન્મ દિવસને યાદગાર બનાવી માનવતાભર્યું કાર્ય કર્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.