Western Times News

Gujarati News

એસી લોન્જ-લકઝયુરિસ ડોરમેટરી સાથે દાહોદનું રેલવે સ્ટેશન સ્માર્ટ બની જશે

એસી લોન્જ, લકઝયુરિસ ડોરમેટરી, મહિલા વેટિંગ રૂમ, સહિત સકર્યુલેટિંગ એરિયા તેમજ બહારના એલીવેશનનો લૂક બદલાશે

દાહોદ, દાહોદ હવે સ્માર્ટ સિટીની સાથે સાથે સ્માર્ટ રેલવે તરફ પર અગ્રેસર થઈ રહ્યો છે. તાજેતરમાં રેલવે તંત્ર દ્વારા રતલામ મંડળના ૧૬ જુદા-જુદા રેલવે સ્ટેશનોને અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત કરોડો રૂપિયાના ખર્ચે રીડેવલોપમેન્ટ કરવાની જાહેરાત કરી હતી.

જે અંતર્ગત આ યોજનામાં સામેલ દાહોદ-લીમખેડા રેલવે સ્ટેશનનું કરોડો રૂપિયાના ખર્ચે સૌદર્યકરણ કરવાની દિશામાં આગળ વધી બંને રેલવે સ્ટેશન પર રીડેવલોપમેન્ટનું કામ પુરજાેશમાં શરૂ કરી દીધું છે. જેના પગલે ગઈકાલે રતલામ મંડળના ડી.આર.એમ. રજનીશ કુમાર (DRM Ratlam Rajnishkumar) દાહોદની મુલાકાતે આવ્યા હતા અને રેલવેના ઉચ્ચ અધિકારીઓ સાથે ચાલી રહેલા કામોનું નિરીક્ષણ કરી જરૂરી નિર્દેશો આપ્યા હતા.

રેલવે તંત્ર દ્વારા દાહોદ લીમખેડા રેલવે સ્ટેશન પર જુદી જુદી વ્યવસ્થાઓ ઉભી કરવા માટે ડિમોલેશન કરી નવેસરથી ડેવલોપમેન્ટનું કામ પુરજાેશમાં શરૂ કરી દીધું છે. જાેકે દાહોદમાં કેટલાક પ્રોજેકટના તો સ્ટ્રકચર ડિઝાઈન, થ્રીડી નકશો, તેમજ તમામ મંજુરીઓ આપવામાં આવતા તેનું કામ પણ છેલ્લા કેટલા સમયથી ચાલી રહયુ છે. આ તમામ પ્રોજેકટ પુર્ણ કરી અમૃત ભારત સ્ટેશન અંતર્ગત દાહોદ ખાતે રિડેવલોપમેન્ટનું કામ પૂર્ણ કરવાની છ માસની ડેડલાઈન નકકી કરી છે.

અમૃત ભારત સ્ટેશન અંતર્ગત રીડેવલોપમેન્‌૭ની કામગીરીમાં દાહોદ રેલવે સ્ટેશનના પ્લેટ ફોર્મ નંબર એક અને બે -ત્રણ આગામી ૬ માસમાં બટરફલાય શેડની કવર કરાશે. જેના પગલે ઉનાળા, તેમજ ચોમાસા દરમિયાન મુસાફરોને કોઈ પણ પ્રકારની હાલાકી નહી પડે. બીજું કે આ સંપૂર્ણ રેલવે સ્ટેશન શેડ બનાવ્યા બાદ ડિસ્પ્લે, ટીવી, ફ્રી વાઈફાઈ પજી કનેક્ટિવિટીની સુવિધા ઉપલબ્ધ કરાશે.

તો બીજી તરફ પ્લેટફોર્મ નંબર ૪ પણ અંદાજે ૪ કરોડના ખર્ચે તૈયાર કરવાની મંજુરી મળ્યાને ચારથી પાંચ વર્ષનો સમય વીત્યો છે જેમાં રેલવે દ્વારા જુના માલ ગોદામને જમીન દોસ્ત કરી નવા પ્લેટફોર્મ બનાવવા માટે બ્લોક પણ તૈયાર કરીને મુકી દેવાયા છે. હાલ રેલવેએ આ પ્લેટફોર્મને દાહોદ-ઈન્દોર રેલ લાઈનના પ્રોજેકટમાં મર્જ કરી દીધો છે જેમાં અતિવ્યસ્ત ગણાતા આ રૂટ પર દાહોદ કતવારા રેલ લાઈન ચાલુ કરતા પહેલા બ્લોક થઈ પ્લેટફોર્મ નંબર ચાર પણ ઉભું કરી દેવાશે. જેની તમામ તૈયારીઓ રેલવે તંત્ર પહેલેથી જ પૂર્ણ કરી દીધી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.