Western Times News

Gujarati News

બોટાદમાંથી માટી એકત્રિત કરી દિલ્હી ખાતે પહોંચાડી માટીના કળશમાં અર્પણ કરવામાં આવી

કળશ યાત્રાને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવાયું : બોટાદ જિલ્લાના તાલુકાઓમાંથી એકત્રિત કરવામાં આવેલા માટી ભરેલા કળશોને વધાવવામાં આવ્યા

બોટાદ,  લોકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના વધુ સુદ્રઢ બનાવવા અને રાષ્ટ્રની રક્ષા કાજે પ્રાણ ન્યોછાવર કરનાર વીરોના બલિદાનોને ગૌરવાન્વિત કરવાના હેતુથી બોટાદ જિલ્લાના તમામ ચાર તાલુકાઓમાં અમૃત કળશ યાત્રા યોજાઈ હતી. Clay was collected from Botad and brought to Delhi and offered in clay kalash

બોટાદ જિલ્લાના તાલુકાઓમાંથી એકત્રિત કરવામાં આવેલા માટી ભરેલા કળશોને વધાવવામાં આવ્યા હતા અને કળશ યાત્રાને લીલીઝંડી આપવામાં આવી હતી.ત્યારબાદ તમામ તાલુકાઓમાંથી માટી ભરેલા કળશને જિલ્લા પંચાયત ખાતે કળશ યાત્રાને આવકારીને વીરોની વંદના કરી હતી અને જિલ્લામાંથી એકત્રિત કરાયેલા માટીના કળશને રાજ્યકક્ષા માટે પ્રસ્થાન કરાવ્યું હતું.

ટીમ લીડર ઉમંગભાઈ ચાવડાની આગેવાનીમાં કુલ 19  કળશ યાત્રીઓ દ્વારા બોટાદ જિલ્લાના 190 ગામોની માટી દિલ્હી ખાતે પહોંચાડી ત્યાં સમગ્ર દેશમાંથી એકઠી કરાયેલી માટીના કળશમાં અર્પણ કરવામાં આવી હતી. આ અવસરે કળશ યાત્રીઓએ વિસ્તારની ભાતીગળ સંસ્કૃતિનું પ્રદર્શન થાય તેવા પોશાક પહેર્યા હતા તથા વીર શહીદોને યાદ કરવામાં આવ્યા હતા.

કળશ યાત્રા પ્રસ્થાન કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જેઠીબેન પરમાર, જિલ્લા કલેક્ટરશ્રી ડો.જીન્સી રોય, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુદાનિયા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મયુરભાઈ પટેલ સહિત જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, તાલુકા પંચાયતના પદાધિકારીશ્રીઓ-સદસ્યશ્રીઓ સહિત વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ અને કર્મયોગીઓ જોડાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.