Western Times News

Gujarati News

ભગવાન જગન્નાથજી ‘રજવાડી વેશ’માં નગરયાત્રાએ નીકળશે

અમદાવાદ : ભગવાન જગન્નાથજીની ૧૪રમી રથયાત્રા ૪ જુલાઈ ગુરુવારે નીકળશે. આ વર્ષે ગુરુ પુષ્પામૃતસિદ્ધિ યોગનો સંયોગ પણ જાવા મળવાનો છેત્યારે ભગવાન જગન્નાથજફી રજવાડી વેશમાં નગરયાત્રાએ નીકળશે. રવીવારે જ પૂ.દિલીપદાસજી મહારાજ ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ઝાની ઉપસ્થતીમાં જગદીશ મંદીર રથયારત્રાના મોટર એસોસીએશનની બેઠક મળી હતી.

બીજી તરફ અત્યારે ભગવાન મોસાળમાં હોવાથી નિજમંદીર ખાતે ભગવાનનાં વિગ્રહનેબદલે તસવીર રાખવામાં આવી છે. ત્યારે રવીવારે હોવાથી મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શનાથે દાન-પુણ્ય માટે પણ ઉમટી પડયા હતા. જગન્નાથજી મંદીરના મહંત પુજય દીલીપદાસજી મહારાજે જણાવ્યું હતું કે, આ વર્ષે ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્રજી જયારેઅષાઢી બીજે નગરયાત્રાએ નીકળશે ત્યારે રજવાડી વેશ’માં રહેશે સાથોસાથ તેઓને સંપૂર્ણ શણગાર પણ રજવાડી વેશનો બની રહેશે. મોસાળથી નિજ મંદીરે ભગવાન જયારે પધારે છે.

ત્યારે મંદીરમાં ઉત્સાહનો માહોલ જાવા મળતો હોય છે. ખાસ કરીને અષાઢી એકમના રોજ ભગવાનનેસોના વેશ’ના દર્શન થતાં હોય છે. ભગવાન અઠવાડીયામાં જ નિજ મંદીરે પરત આવવાના હોવાથી આ રવીવારેપણ મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શનાથે ઉમટી પડયા હતા. જયારે રવીવારે જગન્નાથજી મંદીર ખાતે જગદીશ મંદીર રથયાત્રા મોટર એસોસીએશનની બેઠક પુજય મહંત ટ્રસ્ટી મહેન્દ્રભાઈ અનેપ્રમુખ ડો.લલીત લોધાની ઉપસ્થિતીમાં યોજાઈ હીત.

જેમાં ટ્રકોની અંદર વિશીષ્ટ શણગારરહે, પ્રસાદની સુચારુ વ્યવસ્થા રહે તે માટે ચર્ચા-વિચારણા થઈ હતી. ઉપરાંત ડો.લલીત લોધાએ જણાવ્યું હતું કે આ વર્ષે ટ્રકને ધાર્મિક રીતે શણગાર, બાળ વેશભુષા વિશીષ્ટ સજાવટ સહીતની વિવિધ કેટેગરીમાં કુલ ૧૦૦ ઈનામો જગન્નાથજી મંદીર અને એસોસીએશન દ્વારા સંયુકત રીતે આપવામાં આવશે. આ ઈનામ વિતરણનો કાર્યક્રમ રથયાત્રા બાદ ૭મી જુલાઈના રોગ યોજાશે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.