માત્ર ૫ સેકન્ડમાં પત્તાના મહેલની જેમ બે માળનું મકાન ધરાશાયી
સુરત, સુરત શહેરમાં એક મોટી દુર્ઘટના બની છે. કતારગામ નવી GIDC વિસ્તારમાં એક મકાન ધારશાયી થયું હોવાની ઘટના બની છે. એક જર્જરિત મકાન ધરાશાયી થવાની ઘટના છે. મકાન ધરાશાયી થવાના દ્રશ્યો સામે આવ્યા છે. માત્ર ૫ સેકેન્ડમાં જ આ મકાન ધરાશાયી થયું હતું. જે લાઇવ દ્રશ્યોમાં જાેઇ શકાય છે. ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.
ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે અને કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરી છે. પાંચ સેકેન્ડમાં જ આ મકાન ધરાશાયી થયું છે. મળતી માહિતી પ્રમાણે આ મકાન ૩૦થી ૩૫ વર્ષ જૂનું હતું. બે માળનું આ મકાન જર્જરિત હાલતમાં હતું. આ મકાનમાં એમ્બ્રોડરીના મશીન ચાલતા હતા. એમ્બ્રોડરી મશીન ચાલતું હોવાને લીધે આ જર્જરિત મકાનમાં વાઇબ્રેશન પણ વધુ થતું હતું. આજે સવારે આ મકાન ધરાશાયી થયું હતું. જાેતજાેતામાં આ મકાન પત્તાના મહેલની જેમ પડ્યું હતું. જાેકે, આ મકાન ધરાશાયી થવાની શરૂઆત થતાની સાથે જ આસપાસના લોકોએ બુમાબુમ કરી હતી.
જેથી આ કારખાનામાં કામ કરતાં કારીગરો બહાર દોડી આવ્યા હતા. કારીગરો બહાર આવતાંની સાથે જ આ મકાન ધરાશાયી થયું હતું. જેથી મોટી જાનહાની ટળી છે. મળતી માહિતી અનુસાર, આ વિસ્તારમાં આવા અનેક મકાનો જર્જરિત હાલતમાં છે. જેથી તંત્રએ તપાસનો ધમધમાટ પણ શરૂ કરી દીધો છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જાેવા મળ્યો હતો.
ફાયર વિભાગની ટીમે કાટમાળ ખસેડવાની કામગીરી શરૂ કરી છે. સુરત મહાનગર પાલિકા દ્વારા આવી ઘટના બાદ સર્વેની કામગીરી હાથ ધરાતી હોય છે અને નોટિસો ફટકારવામાં આવે છે. પરંતુ થોડા સમય બાદ જેસે થેની સ્થિતિ જાેવા મળતી હોય છે.SS1MS