ઇન્કમટેક્સ વિભાગનું બેથી ત્રણ બિલ્ડર ગ્રુપની ઓફિસોમાં સર્ચ ઓપરેશન
અમદાવાદ, અમદાવાદ શહેરના કેટલાક બિલ્ડરો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા પડ્યા હતા. શહેરના બે થી ત્રણ બિલ્ડર ગ્રુપ ઉપર દરોડા પાડવામાં આવ્યા છે. શહેરના ત્રણ બિલ્ડર ગ્રુપ પર આઇટી વિભાગે દરોડા પાડયા હતા.
સાયન્સ સિટી અને હાઈકોર્ટ નજીકની ઓફિસો પર સર્ચ અને સર્વે હાથ ધરાયો હતો. આઇટી વિભાગના ૧૫૦થી વધુ અધિકારીઓએ સર્ચ હાથ ધર્યું હતું. દિવાળી ટાણે દરોડાથી બિલ્ડરોમાં દોડધામ મચી ગઇ હતી.
આવકવેરા વિભાગનાં ટોપ લેવલનાં સુત્રોએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં ત્રણ જાણીતા બિલ્ડર ગ્રુપ પર સવારથી દરોડા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. અવિરત ગ્રુપના કનુ પટેલ, સંદિપ પટેલ, તથા બળદેવ પટેલની ઓફીસો તથા નિવાસસ્થાનોએ સવારથી આવકવેરા અધિકારીઓનો કાફલો ત્રાટકયો હતો અને દરોડા કાર્યવાહી હાથ ધરી હતી.
આ સિવાય સાયન્સ સીટી સહીતનાં વિસ્તારોમાં પ્રોજેકટો હાથ ધરનાર છે. શિવરમ ગ્રુપનાં સંચાલકો-ભાગીદારોની ઓફીસ-નિવાસસ્થાનોએ દરોડા કાર્યવાહી કરવામાં આવી હતી. વિક્રમભાઈ પટેલ અનિલ પટેલનાં રહેઠાણ તથા પ્રોજેકટ સાઈટને નિશાન બનાવવામાં આવી છે.
આવકવેરા વિભાગે રીયલ એસ્ટેટ ક્ષેત્રનાં ટોચના બે બિલ્ડરો વ્યવહારો કરતા અને કનેકશન ધરાવતાં આ બન્ને બ્રોકરો પર તપાસ હાથ ધરાતા અન્ય બીલ્ડરો પણ ફફડયા છે. કારણ કે બ્રોકર મારફત અન્ય બીલ્ડરોનાં કનેકશન પણ ખુલી શકે છે. સુત્રોએ કહ્યું કે રાજકોટ ઉપરાંત વડોદરા-સુરતથી પણ આવકવેરા અધિકારીઓને દરોડા કાર્યવાહીમાં સામેલ કરવામાં આવ્યા છે.
અવિરત ગ્રૃપ પર પણ IT વિભાગે દરોડા પાડ્યા હતા. મોડી રાતથી ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું. ઓગણજ સાયન્સ સીટી વિસ્તારમાં આવેલ શિપરમ પરિસરની મુખ્ય ઓફિસ ખાતે ઇન્કમટેક્સ વિભાગની ટીમો ત્રાટકી હતી. ત્રિકમ પટેલ અને અનિલ પટેલ શિપરમ ગ્રુપના માલિકો છે. જેમની અલગ અલગ કન્સ્ટ્રક્શન સાઇટ અને ઓફિસ ઉપર સર્વે અને સર્ચ કરવામાં આવ્યું હતું.
શિપરમ ગ્રુપ સાથે અવિરત ગ્રુપ ઉપર પણ ઇન્કમટેક્સ વિભાગના દરોડા પાડવામાં આવ્યા હતા. અલગ અલગ ૨૫ જેટલા સ્થળોએ શરૂ કરવામાં આવેલી તપાસમાં ઇન્કમટેક્સ વિભાગના ૧૫૦ જેટલા અધિકારીઓ સર્ચ ઓપરેશનમાં જાેડાયા હતા. હાલમાં ચાલી રહેલા સર્ચ ઓપરેશનમાં મોટા પ્રમાણમાં કરચોરી પકડાય તેની આશંકા છે. દિવાળી પહેલા શહેરના ત્રણ જેટલા નામી ગ્રુપ ઉપર દરોડાના પગલે રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં સન્નાટો છવાઇ ગયો હતો.SS1MS