Western Times News

Gujarati News

અમદાવાદના આયુર્વેદીક ડોકટરને લુંટવા આવેલી પરપ્રાંતિય ગેંગ બે સ્કોર્પીયો ગાડી અને હથિયારો સાથે ઝડપાઈ

પ્રતિકાત્મક

પકડાયેલા આઠ આરોપીઓમાંથી સાત ગુજરાત બહારનાઃ એક સગીર

વાંકાનેર, મુળ અમદાવાદના રહેવાસી આયુર્વેદીક ડોકટર સમયાંતરે વાંકાનેરમાં આવી વાણંદ સમાજની વાડીએ રોકાતા હોય છે. આ ડોકટરનું અપહરણ કરીને તેને લુંટવા તથા તેની પાસેથી ખંડણી પડાવવાના ઈરાદે આવેલા આઠ શખ્સોની ગેગને પોલીસે પિસ્તોલ, એરગન, ચાર છરી વગેરે જેવા હથીયારો સાથે ઝડપી લીધા છે.
વાંકાનેર સીટી પોલીસી ટીમી પેટ્રોલીગમાં હતી. A foreign gang who came to rob the doctor was caught with two Scorpio vehicles and weapons

ત્યારે વાંકાનેરમાં આવેલા વાણંદ સમાજની વાડી પાસે રાત્રીના એકાદ વાગ્યાના અરસામાં દેનાબેંક પણ આવેલી છે. ત્યાં સાતથી આઠ જીલ્લામાં શખ્સો ત્યાં આંટા ફેરા કરતાં હોય તેવું જાેવા મળ્યું હતું. પોલીસ દ્વારા આ શખ્સોની પુછપરછ કરવામાં આવતા ચોકાવનારો ખુલાસો થયો હતો અને આ શખ્સો લુંટ ધાડ પાડવાના ઈરાદે હથીયાર સાથે ત્યાં આવ્યા હોવાની માહિતી સામે આવી હતી.

સાત આરોપીઓ તથા કાયદાના સંઘર્ષમાં આવેલ એક કિશોર ગુનાહીત કાવતરું રચીને વાંકાનેરમાં આવેલ વાણંદ સમાજની વાડી ખાતે રોકાયેલા મુળ અમદાવાદના રહેવાસી ડો.ભરતસિંહ રાજપુત પાસેથી મોટી રકમ વસુલ કરવાના ઈરાદે તેનું અપહરણ કરી ધમકાવીને પૈસાની ખંડણી વસુલ કરવા માટે થઈને આવ્યા હતા. હાલમાં પોલીસે રવીરાજસિંહ જાડેજા (રપ) રહે. પીપરડી તાલુકો જામકંડોરણા સિદ્ધાર્થ ઉર્ફે રોહીત ફુલાભાઈ સાબળે ૩૦ રહે. હાલ મણીનગર હાટકેશ્વર ગોપાલનગર શેરી

અમદાવાદ રાજેશ કેદારપ્રસાદ રામાણી (૩૩) રહે. લક્ષ્મણ ગઢવાલ ચોક ભીમનગર ચેતન હોલની સામે મલાડ ઈસ્ટ મુંબઈ સાંઈ ઉર્ફે સૂર્યા સુનીલ સંકટ ર૪ રહે. હાલ સંતોષનગર ફીલ્મસીટી ગેટ ઈસ્ટ આંબાવાડી ઝૂંપડપટ્ટી ગોરેગાંવ મુંબઈ વિશાલ નારણભાઈ સોનવણે ર૬ રહે. હાટકેશ્વર લાલબાઈ સેન્ટર ગુજરાત હાઉસીીગ બોર્ડની સામે હરીપુરાના છાપરામાં અમદાવાદ મુળ રહે. જલગાવ વરૂણ ઉર્ફે સંજજય શર્મા (ર૦) રહે. ગોરેગાંવ ઈસ્ટ ફીલ્મ સીટીના ગેટ પાસે મુંબઈ અને

અનીલ ઉર્ફે અલબટ લાહાનીયા જબીલ ર૩ . રહે. ગોરેગાંવ ઈસ્ટ સંતોષનગર ફિલ્મસીટીના ગેટની બાજુમાં ઝૂંપડપટ્ટી મુંબઈ વાળાની ધરપકડ કરેલ છે. હાલમાં પકડાયેલા આરોપીઓ પાસેથી પોલીસે એક પિસ્તોલ છ જીવતા કાર્ટીસ એક ખાલી મેગેઝીન એક એરગન ચાર છરી, બે લાકડાના ધોકા, આઠ મોબાઈલ ફોન બે સ્કોર્પીયો ગાડી આમ કુલ મળીને રપ,પર,૪૦૦ રૂપિયાની કિમતનો મુદામાલ કબકજે કર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.