Western Times News

Gujarati News

લીવ એન્ડ રિલેશનશીપમાં રહેતી યુવતિની હત્યામાં પ્રેમી સહિત ૩ ની અટકાયત

ભરૂચ એલસીબી અને અંક્લેશ્વર પોલીસે હત્યારા પ્રેમીની બેંગ્લોર ખાતેથી કરી અટકાયત

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) અંકલેશ્વરમાં ઈન્સ્ટ્રાગ્રામ ઉપર મુલાકાત બાદ પ્રેમ અને અઢી વર્ષથી ચાલતા લીવ ઈન રિલેશનના લોહિયાળ અંતમાં હત્યારા મોટા ભાઈ તેમજ બે મદદગારોની ધરપકડ બાદ પ્રેમીની પણ બેંગલોર ખાતેથી અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત – મહારાષ્ટ્ર બોર્ડરના ગામમાં રહેતી ૨૦ વર્ષની મયુરી ભગત અને અંકલેશ્વરમાં રહી ગેરેજ ચલાવતો સૌરભ ગોવિંદ ગંગવાણી ઈન્સ્ટાગ્રામ પર પરિચયમાં આવ્યા બાદ એકમેકના પ્રેમમાં પડી અઢી વર્ષથી પતિ-પત્ની તરીકે લીવ ઈન રિલેશનમાં રહેતા હતા.અંકલેશ્વર રામનગરમાં પુષ્પકુંજ સોસાયટીમાં અંડર કન્સ્ટ્રકશન મકાનમાં રહેતો સૌરભનો મોટો ભાઈ સંજયે સુરતી ભાગોળમાં મકાન ભાડે અપાવી નાના ભાઈ સંજય અને તેની પ્રેમિકાને બોલાવી લીધા હતા.

દોઢ મહિનાથી સૌરભ અને મયુરી વચ્ચે ઝઘડા થતા હતા અને હવે સૌરભ મયુરી સાથે રહેવા માંગતો ન હતો. જેથી ૯ ઓક્ટોબરના રોજ મયુરીને સમજાવવા સંજયે સૌરભ સાથે તેના ઘરે બોલાવી હતી.લેબર સપ્લાય અને કોન્ટ્રાકટનું કામ કરતા સંજયે તેની સાથે રહેતા ૬ લોકોને સ્થળ છોડી જતા રહેવા કહ્યું હતું.

મયુરીને સમજાવવા જતા તે કોઈ વાતે નહિ માનતા સંજયે તેનું ગળું દબાવી દીધું હતું. જ્યારે પ્રેમી સૌરભે પગ દબાવી રાખ્યા હતા. બે મિનિટ સુધી હલનચલન બંધ રહેતા બંને ભાઈઓએ યુવતીને છોડતા તે શ્વાસ લેવા લાગતા મોટા ભાઈ સંજયે તેના ગમછા વડે મયુરીને ગળેફાંસો આપી દીધો હતો. યુવતીની હત્યા બાદ બંને ભાઈઓએ તેના હાથ,પગ બાંધી કોથળામાં લાશને બાંધી કલાકો સુધી લાશની પાસે બેસી રહી રાત પડવાની રાહ જાેઈ હતી.

રાત્રીના સમયે સંજયે જુના દિવાના મન ઉર્ફે ગોલુ તુકારામ વેરેકરને બોલાવ્યો હતો.પોતાની બાઈક પર બેસી મયુરીની કોથળામાં બાંધેલી લાશ મૂકી પાછળ મનને બેસાડી રામકુંડ નજીકના ઢેડિયા તળાવે પહોંચ્યા હતા.જ્યાં સંજયના કહેવા પર પહેલાથી જ મોટો પથ્થર લઈ જલકુંડ ખાતે રહેતો ભરથરી ઉર્ફે બદ્રી હાજર હતો.ત્રણેય જણાએ મળી મયુરીની કોથળામાં ભરેલી લાશને મોટા પથ્થર વડે બાંધી તળાવમાં ફેંકી દીધી હતી.

હાલતો પોલીસે સંજય,મન અને ભરથરીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવતા ૪ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા અને વધુ તપાસ હાથધરી હતી.તો બીજી તરફ યુવતીનો પ્રેમી સૌરભ હત્યા બાદ બેંગલોર ખાતે તેના ઘરે ભાગી છૂટ્યો હોવાની માહિતી પોલીસને મળતાં એલસીબી ની ટીમ બેંગલોર ખાતે રવાના કરવામાં આવી હતી.જે ટીમના હાથે પ્રેમી સૌરભની પણ અટકાયત કરી તેને ભરૂચ ખાતે લાવવામાં આવી રહ્યો હતો.

હાલ તો પોલીસે ત્રણ આરોપીની અટકાયત કરી રિમાન્ડ મેળવ્યા છે તો બીજી તરફ યુવતીનો પ્રેમી પણ ઝડપાઈ ચૂક્યો છે.ત્યારે આ હત્યા પ્રકરણમાં પોલીસ શું વધુ માહિતી બહાર કાઢી શકે છે તે જાેવું રહ્યું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.