ઓલરાઉન્ડર હાર્દિક બાકી ટુર્નામેન્ટમાં નહીં રમી શકે
નવી દિલ્હી, ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતની અજેય શરૂઆત થઈ હતી. સતત ૮ મેચો ભારત જીતી ચૂક્યું છે. પણ હવે આ સમાચાર સાથે જાેરદાર ફટકો પડ્યો છે. સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા તેના પગની ઘૂંટીની ઈજામાંથી સાજા થવામાં નિષ્ફળ ગયો છે અને બાકી ટુર્નામેન્ટમાં નહીં રમી શકે.
ગયા મહિને પુણેમાં બાંગ્લાદેશ સામેની ભારતની વર્લ્ડ કપ મેચ દરમિયાન બોલિંગ કરતી વખતે પંડ્યાને તેના ડાબા પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી અને હવે એ વાતની પુષ્ટિ થઈ છે કે ૩૦ વર્ષીય ખેલાડી બાકીના અભિયાનમાં સમયસર સ્વસ્થ થઈ શકે એમ નથી જેના કારણે ભારત એક જાેરદાર ઓલરાઉન્ડર ટીમમાંથી ગુમાવશે. હાર્દિક પંડયાની ખોટ ભારતને જરૂરથી પડશે પણ જાેવાનું એ રહેશે કે તેની કમી ટીમ કેવી રીતે પૂરી કરે છે.
શનિવારે ટૂર્નામેન્ટની ઇવેન્ટ ટેકનિકલ કમિટિ દ્વારા મંજૂર કરવામાં આવ્યા બાદ, ભારતની ટીમમાં તેનું સ્થાન પ્રસિધ ક્રિષ્ના દ્વારા લેવામાં આવશે. જાે કે હાર્દિક જેવો ઓલરાઉન્ડર ભારતમાં કોઈ નથી માટે તેની જગ્યા પ્રસિધ જેવા ફાસ્ટ બોલરથી પૂરી કરવામાં આવી છે. ભારત માટે તેના નામે ૧૯ મેચમાં આંતરરાષ્ટ્રીય સ્તરે વાઇટ બોલ ક્રિકેટમાં રમતો જાેવા મળ્યો હતો જ્યારે તેણે વર્લ્ડ કપ પહેલા ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં તક મળતા નવ ઓવરમાં ૪૫ રન આપીને ડેવિડ વોર્નરની કિંમતી વિકેટ લીધી હતી. ભારતનો પેસ અટેક અત્યારે સૌથી સારા ફોર્મમાં છે.
શમી, સિરાજ અને બૂમરાહ જ્યાં સુધી ટીમમાં છે ત્યાં સુધી બીજા કોઈ ખેલાડીનું ટીમમાં સ્થાન બનતું જ નથી પણ તેમ છતાં ફાસ્ટ બોલરને ટીમમાં હાર્દિકનાં સ્થાને લેવામાં આવ્યો છે. કૃષ્ણાએ ભૂતકાળમાં ૩૩ આંતરરાષ્ટ્રીય વિકેટો ઝડપી છે. તે હવે વર્લ્ડકપ ટીમમાં રાઇટ હેન્ડ ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ જેવા ખેલાડીઓ સાથે ભારતના પેસ આક્રમણમાં સ્થાન મેળવવા માટે સ્પર્ધા કરશે પરંતુ ભારતને હાર્દિક જેવા ઓલરાઉન્ડર કે જે નીચેના સ્થાને હીટિંગ અને સારું બેટિંગ કરી શકે તેવા ખેલાડીની ખોટ પડશે તે નક્કી છે.
ભારત અને દક્ષિણ આફ્રિકા હાલમાં વર્લ્ડ કપ સ્ટેન્ડિંગમાં ટોચના બે સ્થાનો પર કબજાે ધરાવે છે અને કોલકાતામાં રવિવારની મેચની વિજેતા ટીમ પ્રથમ સ્થાને ટૂર્નામેન્ટના ગ્રુપ સ્ટેજને પાર કરવા સાથે ટોપ સીટ પર રહેશે. ઇવેન્ટ ટેકનિકલ કમિટીએ શનિવારે ભારતના રિપ્લેસમેન્ટ પ્લેયરને મંજૂરી આપતાં, તેનો અર્થ એ છે કે ક્રિષ્ના ટૂર્નામેન્ટના પેસેસેટર સાઉથ આફ્રિકા સામે રવિવારની નિર્ણાયક વર્લ્ડ કપ મેચ માટે પસંદગી માટે ઉપલબ્ધ છે.SS1MS