ગુજરાતની છાત્રા આંતરરાષ્ટ્રીય સ્તરે ઝળકી
કપડવંજ માર્ગ અને મકાન ભાગ (સ્ટેટ) ના ડે. એન્જિનિયર જે.કે કડિયાની માત્ર ૬ વર્ષની સુપુત્રી દેવજ્ઞાએ કંબોડિયા ખાતે આયોજિત ૨૪મી આંતરરાષ્ટ્રીય સ્પર્ધા કે જેમાં વિશ્વના ૩૫ થી વધુ દેશોના ૪૦૦૦ જેટલા બાળકો વચ્ચે યુસીમાસ સ્પર્ધાની એ.૧ કેટેગરીની હરીફાઈ યોજાઇ હતી.
જેમાં દેવજ્ઞાએ થર્ડ રનરઅપ રહી સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે માત્ર આઠ મિનિટમાં એરથેમેટિક સ્પર્ધાના યુસીમાસના દાખલા ગણી અનોખી સિદ્ધિ હાંસલ કરી છે દેવજ્ઞા હાલ ભૂમેલ ખાતે અપર કેજીમાં અભ્યાસ કરે છે તેની આ સિદ્ધિ બદલ તેના માતા-પિતા શાળા પરિવાર સહિત યુસીમાસના આયોજકો અને શિક્ષણવિદોએ શુભેચ્છાઓ પાઠવી હતી.