પન્નુએ આપી એર ઈન્ડિયાના વિમાનને ઉડાવી દેવાની ધમકી
(એજન્સી)ઓટ્ટાવા, કેનેડામાં ભારત વિરોધી તત્વો કેટલા બેખોફ થઈને ભારતને ધમકી આપે છે તેનો વધુ એક પુરાવો મળ્યો છે. કેનેડામાં ખાલિસ્તાન તરફી ચળવળ ચલાવતા ગુરપતવંત સિંહ પન્નુએ શીખોને ચેતવણી આપી છે કે ૧૯ નવેમ્બર પછી કોઈએ એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બેસવું નહીં,
કારણ કે ત્યાર પછી બધાના જીવ જાેખમમાં મૂકાવાના છે. ખાલિસ્તાન તરફી ત્રાસવાદીઓ દાયકાઓ અગાઉ એર ઈન્ડિયાની કેનેડાની ફ્લાઈટને બોમ્બથી ઉડાવી ચૂક્યા છે તેથી આ ધમકીને પણ બહુ ગંભીરતાથી લેવામાં આવે છે. કેનેડામાં ભારત વિરોધી તત્વો ઘણા સમયથી સક્રિય થયા છે અને તેમાં કેટલાક ખાલિસ્તાનવાદી ત્રાસવાદીઓ શંકાસ્પદ સંજાેગોમાં માર્યા ગયા છે.
કેનેડામાં અત્યારે શીખ ફોર જસ્ટિસ નામનું કટ્ટરવાદી સંગઠન સક્રિય છે જેના વડા તરીકે ગુરપતવંત સિંહ પન્નુ છે. તેણે શીખોને સલાહ આપી છે કે ૧૯ નવેમ્બર પછી કોઈએ એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બેસવું નહીં.