ICICI લોમ્બાર્ડે માનસિક સુખાકારીને પ્રોત્સાહન આપવા માટે ઉદ્યોગની પ્રથમ એઆઈ-સંચાલિત ડિજિટલ કેમ્પેઈન ‘ક્લેઈમ યોર કાલ્મ’ શરૂ કરી
– આ કેમ્પેઈનમાં સ્ક્રિપ્ટ, એડિટીંગ અને પ્રોડ્યુસિંગમાં શરૂઆતથી અંત સુધી જનરેટિવ એઆઈનો ઉપયોગ કરાયો છે
મુંબઈ, ભારતની અગ્રણી ખાનગી સામાન્ય વીમા કંપની ICICI લોમ્બાર્ડે માનસિક સુખાકારી (મેન્ટલ વેલબિઈંગ)ને પ્રોત્સાહન આપવા માટે ‘ક્લેમ યોર કાલ્મ’ શીર્ષકવાળી એઆઈ-સંચાલિત ડિજિટલ કેમ્પેઈન શરૂ કરી છે. ઉદ્યોગ માટે અગ્રણી પગલામાં, કેમ્પેઈન, જેમાં ત્રણ મનમોહક ફિલ્મોનો સમાવેશ થાય છે, તે સંપૂર્ણપણે સ્ક્રિપ્ટ, સંપાદન અને પ્રોક્શન માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરાયો છે.
ભારતમાં, આરોગ્યને (nearly half) લગતા લગભગ અડધા ખર્ચ દર્દીઓ દ્વારા સીધા ચૂકવવામાં આવે છે, જે વધારાનો નાણા બોજ સર્જે છે, ખાસ કરીને જ્યારે કોઈ પ્રિય વ્યક્તિ હોસ્પિટલમાં દાખલ થાય છે ત્યારે ભાવનાત્મક અને શારીરિક રીતે તણાવપૂર્ણ સમયમાં તાણ વધે છે. ‘ક્લેઈમ યોર કાલ્મ’ એ માનસિક તાણ તરફ દોરી જતાં મોંઘા આરોગ્ય ખર્ચાને કારણે સર્જાતી સામાજિક નાણાકીય ચિંતાનો ઉકેલ લાવવામાં આશ્વાસનની દીવાદાંડી તરીકે કામ કરે છે. આ કેમ્પેઈન એ હાઇલાઇટ કરે છે કે કેવી રીતે પર્યાપ્ત વીમા કવચ સુરક્ષા જાળ તરીકે કામ કરે છે, પડકારજનક સમયગાળા દરમિયાન નાણાકીય ચિંતાઓને દૂર કરે છે.
વીમા અને નાણાકીય સુરક્ષા વચ્ચે સમાનતાઓ તરફ ધ્યાન દોરતાં આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે એક અનોખો ઓડિયો-વિઝ્યુઅલ એક્સપિરિયન્સ તૈયાર કર્યો છે જેમાં મેડિટેશન માનસિક સુખાકારીનું પોષણ કેવી રીતે કરે છે તે દર્શાવાયું છે. સ્વાસ્થ્ય, મોટર અને મુસાફરી વિશેની કેમ્પેઈન ફિલ્મો દર્શકોને માનસિક શાંતિ અને આરામની સ્થિતિમાં પહોંચાડે છે, જે વીમાને નાણાકીય અને માનસિક શાંતિ બંને હાસલ કરવાના સાધન તરીકે દર્શાવે છે.
વધુમાં, ઉદ્યોગમાં પ્રથમ એવી આ ઈનોવેટિવ કેમ્પેઈન આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડની નવીનતા પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવે છે. સ્ક્રિપ્ટીંગ, અવાજ અને વિઝ્યુઅલાઈઝેશન જેવા જટિલ પાસાઓ માટે મિડજર્ની જેવા એઆઈ ટૂલ્સ અને પ્લેટફોર્મનો ઉપયોગ કરાયો હતો.
માર્કેટિંગ, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના માર્કેટીંગ, કોર્પોરેટ કોમ્યુનિકેશન એન્ડ સીએસઆર હેડ શીના કપૂરે કહ્યું કે, “અહેવાલ સૂચવે છે કે આરોગ્યસંભાળ ખર્ચ સતત વધતા રહેવાને કારણે દર વર્ષે લગભગ 10% ભારતીય પરિવારોને ગરીબી રેખા નીચે ધકેલે છે. આ દુર્દશા લાખો ભારતીયોને હતાશા અને માનસિક ચિંતાની સ્થિતિમાં ધકેલી દે છે, જેમાં પરિવારના સભ્યો તેમની સંપત્તિ, ઝવેરાત વેચવા અને મોટી લોન લેવા માટે મજબૂર બને છે.
આવી પરિસ્થિતિઓમાં વીમો એક રાહત તરીકે ઉભરી આવે છે, જે સુરક્ષા અને માનસિક શાંતિ પ્રદાન કરે છે. આ કેમ્પેઈનનો ઉદ્દેશ્ય ‘વીમા દ્વારા રક્ષણ’ અને ‘મનની શાંત સ્થિતિ’ વચ્ચેના સમન્વય પર ભાર મૂકતા, ઓછા વીમા કવચ ધરાવતા ભારતીય માર્કેટમાં વર્તણૂકીય ફેરફારો લાવવાનો છે. અમે ખાસ કરીને માર્ગદર્શિત ધ્યાન શૈલીમાં ફિલ્મોના ઉદ્યોગના પ્રથમ નવીન એઆઈ પાસાં વિશે ઉત્સાહિત છીએ અને સર્જનાત્મકતા અને વિભિન્ન સંચાર પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને રેખાંકિત કરીએ છીએ.”
કપૂરે IL TakeCare એપ્લિકેશનનો ઉલ્લેખ કરીને આ દિશામાં આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના સતત પ્રયાસોને પણ પ્રકાશિત કર્યા. આ એપ વેલ-બિઈંગ અને વેલનેસ માટે સંસાધનો પ્રદાન કરે છે. આ એપ હેલ્થ વાઇટલ્સને ટ્રેક કરવા માટે ફેસસ્કેન, મેડિકલ પ્રેક્ટિશનર્સની 24×7 એક્સેસ, ફાર્મસી સેવાઓ, વોટર રિમાઇન્ડર્સ, સ્ટેપ-અપ ચેલેન્જ, એમ્બ્યુલન્સ સેવાઓ સહિતની અનેક સુવિધાઓ પ્રદાન કરે છે. આ પ્લેટફોર્મ આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડની અવિરત સંભાળનું વિસ્તરણ છે અને તે સુખાકારી અને રક્ષણ માટે વપરાય છે, જે ખરીદી, નવીકરણ અને સમાધાનનો દાવો કરવા માટે વ્યવહારિક ક્રિયાપ્રતિક્રિયાઓથી આગળ એક સર્વગ્રાહી અભિગમ પર ભાર મૂકે છે.