અદાણી પોર્ટ્સ મુન્દ્રાએ ઓક્ટોબર 2023માં ઐતિહાસિક સીમાચિહ્નો વટાવ્યા
ભારતના દરિયાઈ ઉદ્યોગમાં તેના નેતૃત્વને મજબૂત બનાવ્યું
વૈવિધ્યસભર અદાણી ઉદ્યોગ સમૂહના એક ભાગ અને ભારતની સૌથી મોટી સંકલિત પરિવહન યુટીલીટી કંપની અદાણી પોર્ટસ એન્ડ સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન લિ. (APSEZ) મુંદ્રા એ ઓક્ટોબરમાં શ્રેણીબદ્ધ સીમાચિન્હો હાંસલ કર્યા.
અદાણી પોર્ટ્સ મુન્દ્રાએ ભારતના પોર્ટ ઇન્ડસ્ટ્રી સેક્ટરમાં પોતાની સ્થિતિ મજબૂત કરીને, ઓક્ટોબર 2023 મહિના દરમિયાન શ્રેણીબદ્ધ સિદ્ધિઓની જાહેરાત કરી છે. આ નોંધપાત્ર સીમાચિહ્નો ઉત્તમ પોર્ટ સર્વિસિસ પ્રત્યેના અમારા અતૂટ સમર્પણનું ઉદાહરણ છે અને ઉદ્યોગમાં નવા બેન્ચમાર્ક સ્થાપિત કરવા માટેની અમારી પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે.
ઑક્ટોબર 2023માં સિદ્ધિઓના મુખ્ય હાઇલાઇટ્સ:
અદાણી પોર્ટ્સ મુન્દ્રાએ એક નવો માઈલસ્ટોન સ્થાપિત કરીને અને સમગ્ર ભારતીય મેરીટાઇમ સેક્ટર માટે બેન્ચમાર્કને ઉન્નત કર્યો છે. મુન્દ્રા પોર્ટે એક જ મહિનામાં અભૂતપૂર્વ 16 મિલિયન મેટ્રિક ટન કાર્ગોનું સફળતાપૂર્વક સંચાલન કર્યું હોવાથી એક ગ્રાઉન્ડબ્રેકિંગ સિદ્ધિ પ્રાપ્ત થઈ હતી. એક જ માસમાં આટલો જંગમ કાર્ગોનો જથ્થો હેન્ડલ કરનાર અદાણી મુંદ્રા પોર્ટસ પ્રથમ બનવા પામ્યું છે.
અદાણી રેલ્વે સેવાઓએ ઓગસ્ટ 2023 માં અગાઉના રેકોર્ડને વટાવીને, 325 જનરલ ગુડ્સ ટ્રેનો અને 1527 કન્ટેનર ટ્રેનોનો સમાવેશ કરતી કુલ 1852, સૌથી વધુ સંખ્યામાં ટ્રેનોનું સંચાલન કર્યું.
અદાણી પોર્ટસ ડ્રાય કાર્ગો ડિવિઝને ચાલુ નાણાકીય વર્ષ માટે ત્રણ મહત્ત્વપૂર્ણ સીમાચિહ્નો હાંસલ કર્યા છે, જેમાં 1.07 મિલિયન MTનો સૌથી વધુ કાર્ગો થ્રુપુટ, 0.59 મિલિયન MT ખાતરોનું સંચાલન અને કુલ 0.52 મિલિયન MT ની 182 ખાતર રેકની ડિસ્પેચિંગનો સમાવેશ થાય છે.
અદાણી મરીન સર્વિસીઝ ટીમે ડિસેમ્બર 2022માં 367 જહાજોના અગાઉના રેકોર્ડને વટાવીને 377 જહાજોનું સફળતાપૂર્વક સંચાલન કરીને નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી હતી. વધુમાં, એક્ઝિમ યાર્ડે 21359 TEUs ના અભૂતપૂર્વ કાર્ગો થ્રુપુટ સાથે નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કર્યું છે.
આ ઉપલબ્ધિ પર અદાણી પોર્ટસ મુંદ્રાના એક્સિક્યુટિવ ડાયરેક્ટર રક્ષિત શાહ જણાવે છે કે “આજે ભારત વિકાસની હરહફાળ ભરી રહ્યું છે, આ વિકાસમાં પોર્ટ ઇન્ડસ્ટ્રી મહત્વનો ભાગ ભજવે છે, ઉત્કૃષ્ટ પોર્ટ ઇન્ફ્રા એ નેશન બિલ્ડિંગનું અભિન્ન અંગ છે, આજે આ અસાધારણ સફળતા અદાણી પોર્ટ્સ મુન્દ્રા ખાતે અમારા અત્યાધુનિક પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર, ઉત્તમ લોજિસ્ટિક્સ સર્વિસસ અને ટીમની કુશળતાનો પુરાવો છે, વિવિધ કોમોડિટી ધરાવતા નોંધપાત્ર કાર્ગોના જથ્થાને સીમલેસ અને કાર્યક્ષમ હેન્ડલિંગ કુશળતાથી થવા પામ્યું છે. ટીમના સામૂહિક પ્રયાસો અને વ્યૂહાત્મક અભિગમે આ અસાધારણ સીમાચિહ્નોને વાસ્તવિકતામાં પરિવર્તિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે.”
મેરીટાઇમ ઈન્ડસ્ટ્રીમાં અગ્રણી તરીકે આ સિદ્ધિઓ માત્ર અદાણી પોર્ટ્સ મુન્દ્રાની સ્થિતિને મજબૂત બનાવતી નથી પરંતુ પોર્ટ ઉદ્યોગ માટે પ્રેરણારૂપ બને છે, દ્રઢતા, સમર્પણ અને શ્રેષ્ઠતાના પ્રયાસ દ્વારા હાંસલ કરી શકાય તેવી સંભાવના દર્શાવે છે. અદાણી પોર્ટસ આ ઉચ્ચ માપદંડોને જાળવી રાખવા માટે, વધુ સીમાચિહ્નો મેળવવા માટે સતત પ્રયત્નશીલ છે અને મેરીટાઇમ ઉદ્યોગ તથા ઓપરેશનમાં અવિરતપણે નવા માપદંડો ઉમેરે છે.
આજે ભારતનો લગભગ 95% વેપાર સામુદ્રીક માર્ગે થઇ રહ્યો છે અને બંદરો પર કાર્ગોનું વોલ્યુમ વધી રહ્યું છે જે દેશની આર્થિક સમૃધ્ધિ પ્રતિબિંબીત કરે છે તેથી વિશ્વકક્ષાની સુવિધા ધરાવતા મેગા પોર્ટ ભારતીના વિકાસ માટે અનિવાર્ય છે. APSEZએ સમગ્ર ભારતીય તટરેખાને આવરી લેતા શ્રેણીબધ્ધ વ્યુહાત્મક પોર્ટનું ઇનલેન્ડ કન્ટેનર ડેપો અને વેરહાઉસ સહિત નિર્માણ કર્યું છે. જે દેશની 90% હિન્ટરલેન્ડને આવરે છે.