Western Times News

Gujarati News

સૌરાષ્ટ્રના યાર્ડમાં ડુંગળીની જંગી આવક થતા ભાવમાં કડાકો બોલ્યો

ખરીફ ડુંગળીની મોટા પ્રમાણમાં આવકો થઈ છે, સરેરાશ ડુંગળીના ૪૦૦ રૂપિયાથી ૬૦૦ રૂપિયા ભાવ બોલાઈ રહ્યો છે

અમદાવાદ, સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં ખરીફ ડુંગળીની મોટા પ્રમાણમાં આવકો થતા ભાવમાં કડાકો બોલ્યો છે. રાજકોટ-ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મોટા પ્રમાણમાં આવકો થઈ છે. ડુંગળીની મોટા પ્રમાણમાં આવકો થતા ભાવમાં ઘટાડો થયો છે. છેલ્લા પાંચ દિવસમાં ડુંગળીનાં ભાવમાં પ્રતિ મણે ૧૫૦થી ૩૦૦ રૂપિયા સુધીનો ઘટાડો થયો છે.

હાલ સારામાં સારી ડુંગળી એક મણે ૫૦૦ થી ૬૦૦ રૂપિયા ભાવે વેચાઈ રહી છે. હાલ ખરીફ ડુંગળીની મોટા પ્રમાણમાં આવકો થઈ છે. સરેરાશ ડુંગળીના ૪૦૦ રૂપિયાથી ૬૦૦ રૂપિયા ભાવ બોલાઈ રહ્યો છે. રાજકોટ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મોટા પ્રમાણમાં ડુંગળીની આવકો થઈ છે. છેલ્લા એક-બે મહિના દરમિયાન સમગ્ર દેશમાં ડુંગળીના ભાવમાં ભારે વધારો થયો છે.

દેશના ઘણા ભાગોમાં ડુંગળીના છૂટક ભાવ ૧૦૦ રૂપિયા પ્રતિ કિલોની નજીક પહોંચી ગયા છે. ડુંગળીના ભાવમાં આ વધારો એવા સમયે થયો છે જ્યારે સમગ્ર દેશ તહેવારોની ઉજવણીમાં ડૂબેલો છે. જેના કારણે તહેવારોની સિઝનમાં મોંઘવારી ફરી કાબૂ બહાર જવાની સંભાવના વધી ગઈ છે. આ કારણે સરકાર ડુંગળીના ભાવને અંકુશમાં લેવા માટે દરમિયાનગીરી કરી રહી છે.

ગ્રાહક બાબતોના મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે આ સપ્તાહના અંતથી સફલ મધર ડેરીમાં બફર સ્ટોકમાંથી ડુંગળીનું વેચાણ શરૂ થશે. ખરીફ પાકના આગમનમાં વિલંબ થઈ રહ્યો છે, જેના કારણે ડુંગળીના ભાવમાં વધારો થઈ રહ્યો છે. ગ્રાહકોને રાહત આપવા માટે બફર સ્ટોકમાંથી ડુંગળીનું છૂટક વેચાણ શરૂ કરવામાં આવ્યું છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, સરકારે ચાલુ વર્ષ માટે પાંચ લાખ ટન ડુંગળીનો બફર સ્ટોક જાળવી રાખ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.