IICA અને FSR ગ્લોબલે ઊર્જા ક્ષેત્રનાં મુદ્દાઓ પર શૈક્ષણિક સંસ્થાઓને પ્રોત્સાહન આપવા માટે MoU કર્યા
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ કોર્પોરેટ અફેર્સ (આઇઆઇસીએ) અને એફએસઆર ગ્લોબલે ઊર્જા ક્ષેત્રનાં નિયમનકારી મુદ્દાઓ પર શૈક્ષણિક સંસ્થાઓ અને સંશોધનમાં જોડાણને પ્રોત્સાહન આપવા માટે સમજૂતીકરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા
નવી દિલ્હી, ગુરુગ્રામના માનેસરમાં આઇઆઇસીએ કેમ્પસમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ કોર્પોરેટ અફેર્સ (આઇઆઇસીએ) અને FSR ગ્લોબલ વચ્ચે સમજૂતીકરાર (એમઓયુ) પર હસ્તાક્ષર થયાં હતાં. આ એમઓયુ પર આઇઆઇસીએનું પ્રતિનિધિત્વ કરતા પ્રોફેસર (ડૉ.) નવીન સિરોહી અને એફએસઆર ગ્લોબલનું પ્રતિનિધિત્વ કરતા સુશ્રી સ્વેતા રવિ કુમાર દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
આઈ.આઈ.સી.એ. અને એફએસઆર ગ્લોબલનો ઉદ્દેશ સહયોગી પ્રયત્નોને પ્રોત્સાહન આપવાનો અને પરસ્પર ફાયદાકારક ભાગીદારી સ્થાપિત કરવા માટે વ્યવહારિક અભિગમો શોધવાનો છે. આ ભાગીદારીનું પ્રાથમિક ધ્યાન ભારત અને દુનિયાભરમાં ઊર્જા ક્ષેત્રના નિયમનકારી પરિદ્રશ્યની અંદર કાર્યકારી ક્ષમતાઓને વધારવા પર કેન્દ્રિત છે.
આ એમઓયુ આઇઆઇસીએ અને એફએસઆર ગ્લોબલ વચ્ચેના જોડાણને મજબૂત કરે છે, જે ઊર્જા નિયમન અને પાવર મેનેજમેન્ટના ક્ષેત્રમાં નવીન વ્યૂહરચનાઓની શોધ પ્રત્યે તેમની ઔપચારિક કટિબદ્ધતા પર ભાર મૂકે છે. તે ઊર્જા ક્ષેત્ર અને તેના નિયમનની ઊંડી સમજણને સરળ બનાવવા અને પ્રોત્સાહન આપવા માટે બનાવવામાં આવી છે, જેનો ઉદ્દેશ હકારાત્મક પરિવર્તન અને ટકાઉ પદ્ધતિઓને આગળ વધારવાનો છે.
આ એમઓયુની શરતો હેઠળ આઇઆઇસીએ અને એફએસઆર ગ્લોબલ ઊર્જા ક્ષેત્રનાં વિવિધ પાસાંઓમાં સંયુક્તપણે ક્ષમતા નિર્માણ, સંશોધન અને સલાહકારી સેવાઓ પ્રદાન કરશે.
IICA વિશે -ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ કોર્પોરેટ અફેર્સ (આઇઆઇસીએ) ભારત સરકારનાં કોર્પોરેટ અફેર્સ મંત્રાલય (એમસીએ) દ્વારા સ્થાપિત એક સંસ્થા છે, જે એક સુગ્રથિત અને બહુશાખાકીય અભિગમ મારફતે ભારતમાં કોર્પોરેટ ક્ષેત્રની વૃદ્ધિને ટેકો આપવા માટે થિંક-ટેન્ક અને ઉત્કૃષ્ટતાનાં કેન્દ્ર તરીકે કામ કરવા માટે સ્વાયત્ત સંસ્થા છે.