Western Times News

Gujarati News

ભીક્ષુકને જીવતો સળગાવી ખુદનું મોત સાબીત કરી વીમો પકવ્યો

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપીને ઝડપી તપાસ શરુ કરી

(એજન્સી)અમદાવાદ, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક એવા શખ્સની ધરપકડ કરી છે, જે વર્ષ ૨૦૦૬માં પોલીસ ચોપડે મૃત્યુ પામ્યો છે. એટલે કે ઝડપાયેલ યુવકે વીમો પકવવા માટે પોતાનુ જ મોત કારમાં સળગી જવાથી થયાનુ સાબીત કર્યુ હતુ. ૧૭ વર્ષ અગાઉની આ ઘટનામાં પોતાના જ મોતને સાબિત કરીને લાશને પરિવારજનો દ્વારા સ્વિકાર કરાવી લીધી હતી.

ત્યાર બાદ આરોપી અમદાવાદમાં રહીને નવા નામ અને ઠામ સાથે જીવન જીવવા લાગ્યો હતો. પરંતુ તેની આ ચાલ ૧૭ વર્ષે ખુલી જવા પામી છે અને હવે જેલમાં જવાનો વખત પણ આવી ચૂક્યો છે. આરોપીએ નવા નામ અને સરનામા માટે બોગસ ડોક્યુમેન્ટ પણ તૈયાર કરીદીધા હતા. પરંતુ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તે તમામ ભેદ ઉકેલીને હવે આરોપીને જેલને હવાલે કરી દીધો છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપેલા આરોપીનું નામ અનિલસિંઘ વિજયપાલસિંઘ ચૌધરી છે. જાેકે વર્ષ ૨૦૦૬ થી તે અમદાવાદમાં રાજકુમાર વિજયકુમાર ચૌધરીના નામે મનમોહનનગર નિકોલ ખાતે વસવાટ કરે છે.ઝડપાયેલા આરોપી પાસેથી રાજકુમાર ના નામના તમામ ડોક્યુમેન્ટ પણ મળી આવ્યા છે. જેની તપાસ કરતા તે તમામ દસ્તાવેજ ખોટા બનાવવામાં આવ્યા છે.

જે અંગે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોધી તપાસ કરતા ૧૭ વર્ષ પહેલા આગ્રામાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો. જાેકે આગ્રા પોલીસ તે બનાવને માત્ર એક અકસ્માત સમજી તપાસ કરતી હતી. પરંતુ ક્રાઈમ બ્રાન્ચે તે હત્યાના ખતરનાક ગુનાનો ભેદ ઉકેલ્યો અને ૮૦ લાખનો વીમો પકવવા માટે એક ભિક્ષુકની હત્યા કરાઈ હોવાનો ખુલાસો કર્યો અને આરોપીની ધરપકડ કરી.

ઝડપાયેલ આરોપી અનિલસિંઘ ઉર્ફે રાજકુમાર ની બોગસ દસ્તાવેજાે ના ગુનામાં ધરપકડ કરી પૂછપરછ કરતા હકીકત સામે આવી હતી. જેમાં અનિલસિંઘ તેના પિતા વિજયપાલસિંઘ તેનો ભાઈ અને તેના મિત્રએ મળી વર્ષ ૨૦૦૪ માં હત્યાનું કાવતરું રચ્યું હતું. જે કાવતરાના ભાગરૂપે ૨૦૦૪ માં અનિલ ના નામે ઙ્મૈષ્ઠ ની જીવન મિત્ર નામની ૨૦ લાખની પોલિસી લેવામાં આવી હતી,

જે પોલીસીમાં જાે પોલિસી ધારકનું અકસ્માતે મૃત્યુ થાય તો ચાર ઘણા એટલે કે ૮૦ લાખ રૂપિયા મળવાના હતા. જેથી વર્ષ ૨૦૦૬ના જાન્યુઆરી મહિનામાં અનિલના પિતા વિજય પાલે અનિલના નામે એક સેન્ટ્રો ગાડી લીધી અને તેનો પણ વીમો ઉતરાવ્યો હતો. બાદમાં ૩૧ જુલાઈ ૨૦૦૬ના રોજ અનિલે ઘનકોર થી ગાઝિયાબાદ જતી ટ્રેનમાં ભિક્ષુકવૃત્તિ કરતા યુવકને જમાડવાના બહાને પોતાની સાથે લઈ ગયો. જેને બેભાન કરી પોતાની ગાડી નો અકસ્માત સર્જી તેને આગ લગાવી દીધી હતી.

જાેકે તે ગાડીમાં મૃતક અનિલ નહીં પરંતુ ભિક્ષુક હતો, તે વાત જાણતા હોવા છતાં અનિલના પરિવારે કે મૃતદેહ સ્વીકાર્યો. તેના અંતિમ સંસ્કાર કર્યા અને પરિવાર તથા સમાજ માટે અનિલને મૃત જાહેર કરી તેને ૮૦ લાખ રૂપિયા ની પોલીસી પણ પકવી લીધી હતી. બનાવટી દસ્તાવેજાેની અને આ દસ્તાવેજાે ક્યાં બનાવ્યા કોની પાસે બનાવ્યા તેની તપાસ હાથ ધરાઈ છે.

સાથે જ ૩૧ જુલાઈ ૨૦૦૬ માં થયેલી હત્યા ની માહિતી આગ્રા પોલીસને આપતા પોલીસે અકસ્માતના ગુનામાં હત્યાની કલમો ઉમેરી અનિલસિંઘ તેના પિતા વિજયપાલસિંઘ સહિત ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓની શોધખોળ અને ધરપકડની કાર્યવાહી શરૂ કરી છે. આરોપી અનિલ ઉર્ફે રાજકુમાર એટલો ચાલાક હતો કે, હત્યાને અંજામ આપી ગણતરીના કલાકોમાં અમદાવાદ આવી ગયો અને અને છેલ્લા ૧૭ વર્ષથી તેની પત્ની અને બાળકોથી પણ આ વાત છુપાવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.