Western Times News

Gujarati News

ન્યુ ઈન્ડિયા વાઈબ્રન્ટ હેકાથોન-2023નું ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી ખાતે સફળપૂર્વક આયોજન

શિક્ષણ વિભાગ દ્વારા  હેકાથોન-2023માં સરકારની વિવિધ સંભવિત 231 સમસ્યાઓની યાદી બહાર પાડવામાં આવી

હેકાથોન-2023માં વિદ્યાર્થીઓની રોજબરોજની સમસ્યાઓ જેવી કે એથલિટ્સ માટે પોષણ એપ્લીકેશન, નકલી સોશિયલ મીડિયા પ્રોફાઈલની શોધ અને રીપોર્ટિંગ, વેસ્ટ ટુ એનર્જી ટ્રાન્સફર્મેશન સિસ્ટમ જેવી સમસ્યાઓની ચર્ચા અને પ્રશ્નોનું નિરાકરણ કરવામા આવ્યું

અમદાવાદમાં આવેલી ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા હેકાથોનની પાંચમી આવૃતિનું આયોજન સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. New India Vibrant Hackathon-2023 successfully organized at Gujarat Technological University

યુવાનોમાં સર્જનાત્મકતા પ્રગટે તથા સમસ્યા નિવારણની તક મળે તે માટે આ હેકાથોનમાં શિક્ષણ વિભાગ દ્વારા સરકારની વિવિધ સંભવિત 231 સમસ્યાઓની યાદી બહાર પાડવામાં આવી છે. ગુજરાતમાં આ સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે કુલ 1463 ટીમ બનાવવામાં આવી છે. જેમાં 7886 લોકો સામેલ છે. 1463 ટીમોમાંથી 75 ટીમો ગુજરાત રાજ્ય બહારની હતી.

સમગ્ર ગુજરાતમાં 16 જૂદા જૂદા નોડલ કેન્દ્રોમાં હાથ ધરવામાં આવતી આ હેકાથોનનું એક કેન્દ્ર ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી છે. જેમાં યુનિવર્સિટી તરફથી 88 ટીમો અને 511 સહભાગીઓએ ભાગ લીધો હતો. જેમાં 368 પૂરુષો હતા અને 142 મહિલાઓ હતી.

આ હેકાથોનમાં રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, આંધ્રપ્રદેશ અને તામિલનાડુ સહિતની ગુજરાત બહારની 18 ટીમો સામેલ થઈ હતી. આ હેકાથોનમાં અભ્યાસુ વિદ્યાર્થીઓની રોજબરોજની સમસ્યાઓ જેવી કે એથલિટ્સ માટે પોષણ એપ્લીકેશન, નકલી સોશિયલ મીડિયા પ્રોફાઈલની શોધ અને રીપોર્ટિંગ તથા વેસ્ટ ટુ એનર્જી ટ્રાન્સફર્મેશન સિસ્ટમ જેવા પ્રશ્નોનું વિદ્યાર્થીઓ દ્વારા નિરાકરણ કરવામાં આવ્યું હતું.

આ હેકાથોનમાં સિનિયર સાયન્ટીસ્ટ અને સેક-ઇસરો ગ્રુપનાં ડાયરેક્ટર શ્રી ડી. કે. પટેલ તથા કાર્યકારી કુલપતિ ડૉ. શ્રી એસ. ડી. પંચાલ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.