Western Times News

Gujarati News

કર્ણાવતી યુનિવર્સિટીના ચોથા પદવીદાન સમારંભમાં ૮૬૯ વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત

અમદાવાદ, કર્ણાવતી યુનિવર્સિટીનો ચોથો પદવીદાન સમારંભ – ‘કૉન્વોકેશન ૨૦૨૩’ ૮ નવેમ્બર બુધવારના રોજ કર્ણાવતી યુનિવર્સિટીના કેમ્પસમાં યોજાયો હતો. કર્ણાવતી યુનિવર્સિટીના આ પદવીદાન સમારંભ દરમિયાન યુનિવર્સિટીમાં ભણાવવામાં આવતાં વિવિધ પ્રવાહો અને પ્રોફેશનલ ડિસિપ્લિન્સમાં ભણતા ૮૬૯ વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરવામાં આવી હતી. 869 students were awarded degrees in the fourth graduation ceremony of Karnavati University

પરમ વિશિષ્ટ સેવા મેડલ (પીવીએસએમ), અતિ વિશિષ્ટ સેવા મેડલ (એવીએસએમ), વિશિષ્ટ સેવા મેડલ (વીએસએમ) અને એઇડ-ડી-કેમ્પ (એડીસી) જેવા સન્માનોથી સન્માનિત માનનીય ચીફ ઑફ ધી નેવલ સ્ટાફ એડમિરલ આર. હરી કુમાર આ સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યાં હતા.

પોતાના મુખ્ય સંબોધન દરમિયાન માનનીય ચીફ ઑફ ધી નેવલ સ્ટાફ એડમિરલ આર. હરી કુમારએ જણાવ્યું હતું કે, ‘આપણે સંસ્થાનવાદી અને કાળગ્રસ્ત કાર્યપ્રણાલીઓમાંથી બહાર આવવું પડશે અને પીએમના વિઝન મુજબ આપણે ગુલામીની માનસિકતામાંથી મુક્ત થવું પડશે.

આજે આપણે એક દેશ તરીકે વર્ષ ૨૦૪૭ સુધીમાં સંપૂર્ણપણે વિકસિત રાષ્ટ્ર બનવાની દિશામાં અગ્રેસર છીએ. આપણે આ મહત્વકાંક્ષી વિકાસ યુવાનોની ઊર્જા અને ઉત્સાહથી જ કરી શકીશું. તમે મહત્વકાંક્ષી ભારતની અમૃત પેઢી છો.’

તેમણે આગળ જણાવ્યું હતું કે, ‘ભારતનો મહત્વકાંક્ષી વિકાસ નિકાસ આધારિત અર્થતંત્ર પર આધારિત છે. અહીં જ ભારતીય નૌસેના ચિત્રમાં આવે છે. આપણે સાહજિક રીતે જ સમુદ્ર સાથે જાેડાયેલા છીએ તથા આપણે ભારતના સમુદ્રી વેપારનું રક્ષણ કરવા કટિબદ્ધ છીએ અને દેશના સમુદ્રી હિતોની સુરક્ષા કરવાનું લક્ષ્ય રાખીએ છીએ. માત્રાની દ્રષ્ટિએ આજે ભારતનો ૯૫% વેપાર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સમુદ્ર સાથે જાેડાયેલો છે. દરેક ભારતીયની આજીવિકા સમુદ્ર સાથે સંકળાયેલી છે.’ પોતાના મુખ્ય સંબોધનમાં એડમિરલ શ્રી હરી કુમારએ જણાવ્યું હતું કે, ‘ભારતીય નૌસેના લોથલ ખાતે નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પલેક્સનું નિર્માણ કરવા માટે સક્રિય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.