દિવાળીના તહેવારના સમયે જ 1863 કિલો ઘી-તેલનો શંકાસ્પદ જથ્થો જપ્ત
સુરત-વલસાડથી ૧૮૬૩ કિલો ઘી-તેલનો શંકાસ્પદ જથ્થો જપ્ત
ગાંધીનગર, સુરત અને વલસાડ ખાતેથી ખોરાક-ઔષધ નિયમન તંત્રના અધિકારીઓએ રૂ.૬.ર૪ લાખથી વધુનો ૧૮૬૩ કિલોગ્રામ ઘી અને તેલનો શંકાસ્પદ જથ્થો જપ્ત કર્યો છે જેના વિવિધ ૯ નમૂના લઈને તેની તપાસ કરાઈ રહી છે.
ખોરાક અને ઔષધ નિયમન કમિશનર ડો. એચ.જી. કોશિયાએ જણાવ્યું હતું કે, વલસાડ જિલ્લાના વાપી તાલુકા સ્થિત મે. શ્રી શિવશક્તિ ઓઈલ મિલના માલિક નિમેષકુમાર કિશોરભાઈ અગ્રવાલની હાજરીમાં તપાસ કરતા ત્યાં શંકાસ્પદ જણાતા રાઈના તેલના અને રાઈસ બ્રાન્ડ તેલના પ નમૂના લેવાયા હતા. રૂ.ર,૮૯,૦૩૮નો ૧૦ર૪ કિગ્રા તેલનો જથ્થો જપ્ત કરાયો હતો.
વલસાડના વાપીની જ મે. સન એગ્રો ફૂડસમાં પણ તપાસ કરતા રાયડા તેલ અને રાઈસ તેલનો ૧,પ૩,૦૦૦ની કિંમતનો પર૪.૩૮ કિગ્રા શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો હતો. આ ઉપરાંત સુરતમાં મે. ર૪ કેરેટ મીઠાઈ મેજિક ખાતે તપાસ કરતા “વીઆરસી ટેસ્ટ બેસ્ટ દેશી ઘી” બ્રાન્ડનો શંકાસ્પદ ઘીનો નમૂનો લેવાયો હતો. આ ઘી બાબતે માલીક બ્રિજ કિશોરભાઈ મીઠાઈવાલાને વધુ પુછપરછ કરતા તેમણે હોલસેલરનું સરનામું આપ્યું હતું
આ પેઢી ઉપર આખી રાત ફૂડ સેફટી ઓફિસરે વોચ રાખીને પેઢીના જવાબદાર વેપારી કપિલ પ્રવિણચંદ્ર મેમ્બર પાસેથી વહેલી સવારે ટેસ્ટ બેસ્ટ દેશી ઘી નો નમૂનો તેઓની હાજરીમાં લઈ બાકીનો આશરે ૩૧૪.ર કિગ્રા. જથ્થો કે જેની કિ. રૂ.૧,૮ર,ર૩૬ થવા જાય છે તે જપ્ત કરવામાં આવ્યો છે.