વર્લ્ડ કપમાં ૪૧ મેચો પછી નક્કી થઈ ટોપ-૪ ટીમો
નવી દિલ્હી, વર્લ્ડ કપ ૨૦૨૩માં ટોપ-૪ ટીમો આખરે નક્કી થઈ ગઈ છે. ગુરુવારે (૯ નવેમ્બર) રાત્રે શ્રીલંકા સામે ન્યૂઝીલેન્ડની જીત સાથે, સેમિફાઇનલની સ્થિતિ લગભગ સ્પષ્ટ થઈ ગઈ હતી. અગાઉ, ૪૦ મેચોમાં, માત્ર ત્રણ ટીમો અંતિમ ચાર માટે ટિકિટ સુરક્ષિત કરવામાં સફળ રહી હતી. ૪૧મી મેચના પરિણામ બાદ ચોથા સ્થાનનો ર્નિણય ન્યૂઝીલેન્ડે કર્યો હતો.
હવે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન માટે ટોપ-૪માં આવવું અશક્ય છે. કારણ કે જાે આ બંને ટીમો ચોથા સ્થાને પહોંચવા માંગે છે, તો તેમને તેમની છેલ્લી મેચ અનુક્રમે ૨૮૭ અને ૪૩૮ રનથી જીતવી પડશે, જે અશક્ય છે. એકંદરે, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સેમિફાઇનલમાં ખૂબ જ નજીકથી ચૂકી ગઈ છે. વર્લ્ડ કપ સેમિફાઇનલ ઉપરાંત ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ની ક્વોલિફિકેશન માટેની રેસ પણ હતી. આ રેસ એ ટીમો વચ્ચે હતી જે પહેલાથી જ સેમીફાઈનલની રેસમાંથી બહાર થઈ ગઈ હતી. અત્યારે આ રેસમાં ઈંગ્લેન્ડ અને બાંગ્લાદેશ આગળ હોય તેવું લાગી રહ્યું છે.
તમને જણાવી દઈએ કે પોઈન્ટ ટેબલની ટોચની ૮ ટીમો જ ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ માટે ક્વોલિફાઈ કરી શકશે. યજમાન ભારત, જેણે પ્રથમ ક્વોલિફાય કર્યું છે, તે ૧૬ પોઈન્ટ સાથે ટોચના સ્થાને છે. આ પછી દક્ષિણ આફ્રિકા ૧૨ પોઈન્ટ સાથે બીજા અને ઓસ્ટ્રેલિયા ૧૨ પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. ભારત ઉપરાંત દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાએ પણ ક્વોલિફાય કર્યું છે. આ પછી ચોથા સેમીફાઈનલ માટે પ્રબળ દાવેદાર ન્યુઝીલેન્ડ ૧૦ પોઈન્ટ સાથે ચોથા સ્થાન પર હાજર છે. ત્યારબાદ પાકિસ્તાન ૮ પોઈન્ટ સાથે પાંચમા અને અફઘાનિસ્તાન ૮ પોઈન્ટ સાથે છઠ્ઠા ક્રમે છે.
આ પછી બહાર કરાયેલી ટીમો શરૂ થાય છે, જેમાં ઈંગ્લેન્ડ ૪ પોઈન્ટ સાથે સાતમા સ્થાને છે, બાંગ્લાદેશ ૭ પોઈન્ટ સાથે આઠમા સ્થાને છે, શ્રીલંકા ૪ પોઈન્ટ સાથે નવમા સ્થાને છે અને નેધરલેન્ડ ૪ પોઈન્ટ સાથે ૧૦મા સ્થાને છે. નોંધનીય છે કે, ન્યૂઝીલેન્ડને જીતવા માટે ૧૭૨ રનનો ટાર્ગેટ હતો. ન્યૂઝીલેન્ડે ૨૩.૨ ઓવરમાં ૫ વિકેટે લક્ષ્ય હાંસલ કરી લીધું હતું.
શ્રીલંકાના ૧૭૧ રનના જવાબમાં બેટિંગ કરવા આવેલી ન્યૂઝીલેન્ડની શરૂઆત શાનદાર રહી હતી. ન્યૂઝીલેન્ડના ઓપનર ડ્વેન કોનવે અને રચિન રવિન્દ્રએ પ્રથમ વિકેટ માટે ૧૨.૨ ઓવરમાં ૮૬ રન જાેડ્યા હતા. ડ્વેન કોનવે ૪૨ બોલમાં ૪૫ રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. તેણે પોતાની ઇનિંગમાં ૯ ચોગ્ગા ફટકાર્યા હતા. ડ્વેન કોનવેને દુષ્મંથા ચમીરાએ આઉટ કર્યો હતો.SS1MS