મિત્રતાના નામે ચીન પાકિસ્તાનને ડૂબાડી રહ્યુ છેઃ બીજા દેશો પાસેથી કરેલી કમાણી પર પણ ડ્રેગનનો કબજાે
ખુર્રમ હુસૈન કહે છે કે ચીન કરતા તો અમારા માટે અમેરિકા, યુરોપ જેવા દેશો સાથે વેપાર કરવો સારો છે.
ચીને મિત્રતાના નામે પાકિસ્તાનની પીઠમાં ખંજર ભોંક્યુ
બીજીંગ, ચીને મિત્રતાના નામે પાકિસ્તાનની પીઠમાં ખંજર ભોંક્યુ છે. મિત્રતાના નામ પર દેવામાં ડુબાડવાની ચીનની રણનીતિને પાકિસ્તાને સમજી લીધી છે? પાકિસ્તાની મીડિયાનું વલણ તો આ પ્રકારના સંકેત આપી રહ્યું છે. પાકિસ્તાનના મોટા અખબાર ડોનએ ચીન સાથે દેશના કારોબાર પર જ સવાલ ઉઠાવ્યા છે અને કહ્યું કે આ મિત્રતા પાકિસ્તાન માટે તો ખોટનો સોદો રહ્યો છે.
ખુર્રમ હુસૈને જણાવ્યું કે ચીન સાથે ૨૦૧૦થી પાકિસ્તાનનું કારોબારી અસંતુલન ૯૦ અરબ ડોલર છે. તેનો મતલબ છે કે માલ અને સર્વિસના બદલામાં પાકિસ્તાનમાંથી ૯૦ અરબ ડોલરની મોટી મુડી ચીનમાં ગઈ છે. ત્યારબાદ અમે મોટી રકમ ખાડી દેશોમાંથી ઓઈલ ખરીદવામાં ગુમાવી છે. ખુર્રમ હુસૈન કહે છે કે ચીન કરતા તો અમારા માટે અમેરિકા, યુરોપ જેવા દેશો સાથે વેપાર કરવો સારો છે.
તેમને લખ્યું કે અમેરિકાની સાથે અમારો કારોબાર ૩૫ બિલિયન ડોલરના સરપ્લસમાં છે. બ્રિટેન સાથે ૧૨ અરબ ડોલરના સરપ્લસમાં છે. તેનો અર્થ એ થયો કે અમે અમેરિકા અને બ્રિટેન જેવા દેશોમાંથી જે કમાણી કરી રહ્યા છીએ, તેને ચીન સાથે કારોબાર કરવામાં ખર્ચ કરી નાખીએ છીએ.
રસપ્રદ વાત એ છે કે તે ચીન છે, જેને પાકિસ્તાન પોતાનું મિત્ર ગણાવે છે. જણાવી દઈએ કે કારોબારી નુકસાન સિવાય ચીન પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર અને ગ્વાદર પોર્ટ જેવી પરિયોજનાઓ માટે પણ ચીને પાકિસ્તાનને મોટી લોન આપીને દબાવી રાખ્યું છે. આ કોરિડોરથી ભલે ચીનને અફઘાનિસ્તાન અને પછી આગળ મધ્ય એશિયા સુધી પહોંચવાનો રસ્તો મળઈ ગયો છે પણ પાકિસ્તાનને તેનાથી કોઈ આર્થિક લાભ દેખાઈ રહ્યો નથી. ખુર્રમે લખ્યું છે કે પાકિસ્તાન સિવાય પણ ચીન ઘણા દેશો સાથે ટ્રેડ સરપ્લસમાં છે પણ હવે તે સમજી રહ્યા છે અને પગલા ઉઠાવી રહ્યા છે.
ભારત સામે પણ ચીન ટ્રેડ સરપ્લસમાં છે પણ ભારત પોતાની વેપારી નીતિને હવે બદલી રહ્યું છે. તે કહે છે કે આજ પાકિસ્તાન અને બીજા દેશોની વચ્ચે અંતર છે. પાકિસ્તાનને ચીન સાથે ભાવનાઓના આધાર પર સંબંધો ના રાખવા જાેઈએ પણ તથ્યો અને જરૂર મુજબ વાત કરવી પડશે. તે કહે છે કે પાકિસ્તાન તો સર્તક થવાની જગ્યા પર ચીન પાસેથી વધારે લોન લઈ રહ્યું છે. જેનાથી સંકટ વધુ ઉંડુ બની રહ્યું છે. પાકિસ્તાને ચીન સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર પણ ફરીથી વિચાર કરવો જાેઈએ. તેનાથી ચીનને જ ફાયદો મળી રહ્યો છે, જ્યારે પાકિસ્તાનને તો તેનાથી નુકસાન જ છે.