રાજ્યપાલે ઝીરો બજેટ પ્રાકૃતિક ખેતી અને જેલના કેદીઓના સુધારાત્મક વહીવટ બાબતે આપ્યું માર્ગદર્શન
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સાબરમતી મધ્યસથ જેલની મુલાકાતે
અમદાવાદ મધ્યસ્થ જેલ તથા ઓપન જેલ ખાતે તા ૧૦/૧૧/૨૦૨૩ના રોજ સવારના ૧૧/૦૦ કલાકે ગુજરાતના મહામહિમ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતનાઓ “ઝીરો બજેટ પ્રાકૃતિક ખેતી” તથા કેદીઓના સુધારાત્મક વહીવટ બાબતે જેલની મુલાકાત માટે પધારેલ હતા.
જેમાં જેલોના વડા શ્રી ડો.કે.એલ.એન.રાવ, અધિક પોલીસ મહાનિર્દેશક, જેલ અને સુધારાત્મક વહીવટ, ગુજરાત રાજ્ય, અમદાવાદ તથા શ્રી એ.જી ચૌહાણ, નાયબ પોલીસ મહાનિરીક્ષક, જેલ અને સુધારાત્મક વહીવટ, ગુજરાત રાજ્ય, તથા જાણીતા શિક્ષણવિદ ઇન્દુ રાવ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે અમદાવાદ, વડોદરા, લાજપોર (સુરત) અને રાજકોટ મધ્યસ્થ જેલોના અધિક્ષકશ્રીઓ મંચસ્થ રહ્યા હતા તેમજ અમદાવાદ જેલના આધિકારીઓ/કર્મચારીઓ અને જેલમાં થતી કેદી સુધારણા અને સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલ અગ્રણી સંસ્થાઓના પ્રતિનિધીઓ પણ કાર્યક્રમમાં પધારેલ હતા.
અત્રેની જેલમાં ઓપન જેલ ખાતે મહામહિમ રાજ્યપાલશ્રીઓનું સન્માન ગાર્ડ દ્વારા ગાર્ડ ઓફ ઓર્નર આપી સન્માન કરેલ હતું. ત્યારબાદ ઓપન જેલમાં કેદીઓ દ્વારા બનાવેલ ઔષધિવન, તેમના દ્વારા કરાતી ખેતીની પ્રવૃત્તિઓ અને જૈલ ગૌશાળા ખાતે આવેલ પશુધનનું પણ નિરીક્ષણ કરવામાં આવેલ હતું. જેલમાં કરાતી ખેતીને કેવી રીતે વધુ ને વધુ ઉપજાઉં અને પ્રાકૃતિક બનાવી શકાય તે અંગે મહામહિમ દ્વારા માર્ગદર્શન પણ અપાયું હતું.
ત્યારબાદ અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે આવેલ ગાંધી યાર્ડની વીઝીટ કરીને મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી અર્પણ કરેલ હતી તથા ગુજરાત જેલ વિભાગમાં ચાલતા વિવિધ વ્યવસ્થાયલક્ષી કાર્યક્રમો, જેલ ઉદ્યોગમાં બંદીવાનો દ્વારા બનાવવામાં આવતી વિવિધ કૃતિઓ પ્રદર્શન સ્ટોલ, વિવિધ સંસ્થાની સારી કામગીરીની પ્રદર્શની અને બંદીવાનો દ્વારા બનાવયેલ પેઇન્ટિંગ નિહાળી હતી.
ત્યારબાદ સરદાર યાર્ડ ખાતે, કૌશલ્ય વિકાસ કેન્દ્રની પણ મુલાકાત લીધેલ હતી. બાદમાં જેલ ઓપન ઓડીટોરીયમ ખાતે મહામહિમ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતનાઓ દ્વારા જેલમાં સારી અને સુંદર કામગીરી કરતા ૦૫(પાંચ) કેદીઓને પ્રમાણપત્ર આપીને બીરદાવ્યા હતા અને જેલમાં કેદીઓના ઉત્કર્ષ માટે સેવાકીય પ્રવૃત્તિ કરતી, વ્યવસ્યાયલક્ષી, કૌશલ્ય વિકાસ, અને આત્મનિર્ભર બનાવતી વિવિધ ૧૨(બાર) સંસ્થાઓને પણ પ્રમાણપત્ર રાજ્યપાલશ્રીના હસ્તે એનાયત કરી સન્માનિત કરવામાં આવેલ હતા.
ત્યારબાદ મહામહિમ રાજ્યપાલશ્રીઓ દ્વારા બંદીવાનોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિમાં પ્રાસંગિક સંબોધન કરતા તમામ બંધિવાનોને થયેલ ભૂલને સ્વીકારી જેલવાસને પ્રવૃત્તિમય અને મહત્તમ ફળદાયી બનાવવા સમજણ આપી હતી. સંબોધનમાં મહામહિમ દ્વારા વેદો અને સંસ્કૃત સાહિત્યના સંદર્ભ ટાંકી કર્મના સિદ્ધાંત અને સફળ જીવન જીવવા બાબતે ઊંડાણ-પૂર્વક સમજ આપી હતી.
પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા આહવાન કરી ડો.કે.એલ.એન.રાવના માર્ગદર્શન હેઠળ જેલના બદિવાનો દ્વારા કરવામાં આવતી કામગીરીની સરાહના કરી હતી. મહામહિમની સરળ અને આકર્ષક વાકશૈલીથી તમામ ઉપસ્થિતો પ્રભાવિત થયા હતા અને નાડીઓના ગડગડાટથી વધાવી લીધેલ હતા. ડો.કે.એલ.એન.રાવના માર્ગદર્શનમાં બંદીસુધાર કાર્ય અને તે થકી બંદીવાનો દ્વારા તૈયાર કરાયેલ કૃતિઓ અને બંદીવાનોની સિદ્ધિઓથી પ્રભાવિત થઈ દિવાળીના શુભ પ્રસંગે બંદિવાનો માટે મીઠાઇ માટે રૂ.૫૧૦૦૦/- અંગત ભેટ સ્વરૂપે આપવાની જાહેરાત કરી હતી. અને તમામ જેલ સ્ટાફ અને બંદિવાનોને દિવાળીની અનેં બેસતાવર્ષની શુભકામના પાઠવી હતી.
આ પ્રસંગે એ.ડિ.જિ.પી. ડો.કે.એલ.એન.રાવ દ્વારા સ્વાગત પ્રવચન અને ડી.આઇ.જી. શ્રી અભિન ચૌહાણ દ્વારા આભાર વિધિ કરાઇ હતી. અમદાવાદ મધ્યસ્થ જેલ અધિક્ષક શ્વેતા શ્રીમાળી અને તમની ટીમ દ્વારા તમામ વ્યવસ્થાપન કરાયું હતું.