નડિયાદની બિલોદરા જેલમાં કેદીએ ફાંસો ખાઈને આપઘાત કર્યો
નડિયાદ, નડિયાદ બિલોદરા જિલ્લા જેલમાં પોક્સો અને દુષ્કર્મના ગુનામાં સજા કાપી રહેલા કાચા કામના કેદીએ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતાં ચકચાર મચી છે. સાથે સાથે જેલમાં સુરક્ષાને લઈને પણ આ ઘટના બાદ સવાલો ઉભા થયા છે. હાલમાં મૃતદેહ અને પી.એમ માટે મોકલી આપીને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. A prisoner committed suicide by hanging himself in Bilodara Jail, Nadiad
આણંદ જિલ્લાના ભાદરણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પોકસો અને દુષ્કર્મના ગુનામાં આણંદની કોર્ટના હુકમથી જિલ્લા જેલ બીલોદરા ખાતે મોકલવામાં આવેલ આરોપી અમિતભાઈ ગુલાબ મકવાણા (ઉંમર વર્ષ ૧૮) યાર્ડ નંબર ૨ અને દરેક નંબર ૪ માં અન્ય કેદીઓ સાથે રહેતા હતા. આજરોજ કોઈ અગમ્ય કારણોસર અમિત મકવાણાએ તેની બેરેકની પાછળ આવેલા ઝાડ પર રસીથી ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.
ઘટનાની જાણ થતા તુરંત જ જેલના સત્તાધીશો તેમજ પોલીસ કર્મચારીઓ દોડી ગયા હતા. હાલમાં અમિતના મૃતદેહને પી.એમ માટે ખસેડવામાં આવ્યો છે. અમિતે આપઘાત ક્યા કારણોસર કર્યો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. ઘટનાની જાણ અમિતના પરિવારજનોને કરવામાં આવતા પરિવારમાં પણ શોકની લાગણી ફેલાઇ હતી. જાેકે આ ઘટનાને લઈને જેલમાં સુરક્ષા સામે પણ સવાલો ઉભા થયા છે.