Western Times News

Gujarati News

પાદરા પાસે ખાનગી કંપનીમાંથી 176 કામદારોને છૂટા કરાતાં ભારે વિરોધ

ગામેઠા ગામેથી બાઈક રેલી સ્વરૂપે પાદરા મામલતદાર કચેરીએ પહોંચી સુત્રોચ્ચાર બાદ આવેદનપત્ર પાઠવ્યું

વડોદરા, વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના કુરાલ ગામની સીમમાં આવેલ સિગ્નિફાય ઈનોવેશન્સ ઈન્ડિયા લિમિટેડ કંપનીમાં કામ કરતા ૧૭૬ કામદાર ભાઈઓને કંપની દ્વારા પોતાનો પ્લાન્ટ બંધ થાય છે એ બહાનું આગળ ધરીને છૂટા કરવા માટે થોડા દિવસ અગાઉ નોટિસ આપવામાં આવેલ હતી. દરમિયાન મંગળવારે ૧૭૬ કામદાર ભાઈઓ દ્વારા ગામેઠા ગામેથી બાઈક રેલી સ્વરૂપે પાદરા મામલતદાર કચેરી પહોંચીને ભારે સુત્રોચ્ચાર સાથે પોતાનો વિરોધ નોંધાવ્ય્‌ હતો અને રેલી સ્વરૂપે પાદરામામલતદાર કચેરી પહોંચી મામલતદારને આવેદનપત્ર આપી પોતાીન રજૂઆત કરી હતી.

પાદરાના કુરાલ ગામની સીમમાં આવેલ બલ્બ બનાવતી કંપની દ્વારા છેલ્લા ૧પ-ર૦ વર્ષથી કાયમી ફરજ બજાવતા ૧૭૬ કામદારોને છુટા કરી દેવામાં આવતા રોષ ફાટી નીકળ્યો હતો. સિગ્નિફાય ઈનોવેશન્સ ઈન્ડિયા લિમિટેડ જે કંપની અગાઉ ફિલિપ્સ લિમિટેડ નામે ઓળખાતી હતી એ કંપની જેમાં આ કામદારોએ પોતાના વર્ષોથી કાયમી કામ કરી અને પોતાનું લોહી રેડીને કંપનીને સફળ થવામાં ખૂબ જ મોટો સિંહ ફાળો આપ્યો એ જ કંપનીએ આજે કામદારોનું આર્થિક મોત નીપજાવવાના પ્રયત્ન કર્યા છે.

કામદાર મિત્રોના કહેવા મુજબ કંપની એક બાજુ ૧૭૬ કામદાર ભાઈઓને છુટા કરવા માટે એડવાન્સ નોટિસ આપી રહી છે, સામે પક્ષે આ જ કંપની એલ.ઈ.ડી.ના મેન્યુફેકચરિંગ માટેના નવિન પ્રોડકશન પ્લાન્ટ શરૂ કરવા જઈ રહી છે જેમાં કોન્ટ્રાકટ બેઝની અને કાયમી ભરતી નવા લોકોને લઈને કરી રહી છે તો પ્રથમ હક ૧૭૬ કામદારોનો છે એમ કહી નવીન પ્લાન્ટમાં પણ આ ૧૭૬ કામદારોને નોકરી આપી પોતાની ફરજ કંપની પણ નિભાવે એવી માંગણી છે. સીંગની ફાય ઈનોવેશન્સ

કંપનીમાં કામ કરતા તમામ કામદારો યુનિયનના સભ્ય છે. આ કામદારો વતી રજુઆત કરવાનો પુરેપુરો અધિકાર છે. કંપનીએ આશીક કલોઝરની પરવાનગી માગણી અરી શ્રમ ખાતાના શ્રમ આયુકત સમક્ષ કરેલ છે. કલોઝરની નોટીસનો કામદારોએ સખત શબ્દોમાં વિરોધ કરે છે કામ ઓછું છે તેવા બહાના હેઠળ ૧૭૬ કાયમી કામદારોને કાઢી કોન્ટ્રાકટના કામદારોથી કંપનીના પ્લાન્ટ ચલાવવા માંગે છે.

સીગ્નીફાય કંપનીએ રજૂ કરેલ બેલેન્સશીટ મુજબ કંપનીએ સને ર૦ર૩માં ર૬૬૭ મીલીયન એટલે કે ર૬૬૭૦ લાખનો એટલે કે રૂ.ર૬૬.૭ કરોડનો વર્ષે નફો કરે છે ર૦રરમાં ર૩૧૯ બીલીયન એટલે કે ર૩૧૯૦ લાખનો એટલે કે રૂ.ર૩૧૯ કરોડનો નફો કરેલ છે. કંપનીને આજદીન સુધી તમામ વર્ષમાં અઢળક નફો થયેલ છે

કંપનીએ તાજેતરમાં જ સપ્ટેમ્બર ર૦ર૩મા યુનીયન સાથે કામદારોને ૮૬૦૦નો પગારમાં વધારો આપતુ સમાધાન સાડા ત્રણ વરસ માટે કરેલ છે તે સમાધાન ના લાભો આ ૧૭૬ કામદારોને પણ મળવાના છે. યુનીયનની વારંવારની માગણી છતાં કંપની ૧પ કરતા વધુ વરસથી કામ કરતા કાયમી કામદારોને એલ.ઈ.ડી. પ્લાન્ટમાં મુકવા તૈયાર નથી અને છુટા કરવા માગે છે. આ નવા એલ.ઈ.ડી. બનાવવાના આખા પ્લાન્ટમાં એકપણ કાયમી કર્મચારી નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.