ભારતીય ખેલાડીઓએ હોટલમાં ઉત્સાહ સાથે દિવાળીની ઉજવણી કરી
(જૂઓ વિડીયો) નેધરલેન્ડ સામેની મેચ પહેલા ભારતીય ખેલાડીઓએ ટીમ હોટલમાં ભારે ઉત્સાહ સાથે દિવાળીની ઉજવણી કરી હતી
ભારતીય ક્રિકેટ ટીમે પરિવાર સાથે મનાવ્યો દિવાળીનો તહેવાર
નવી દિલ્હી, ભારતીય ક્રિકેટ ટીમ આજે એટલે કે દિવાળીના દિવસે નેધરલેન્ડ સામે વર્લ્ડ કપ ૨૦૨૩ની છેલ્લી મેચ રમી રહી હતી. આ મેચના એક દિવસ પહેલા ભારતીય ખેલાડીઓએ ધામધૂમથી દિવાળીની ઉજવણી કરી હતી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એ સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કર્યો છે,
જેમાં ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ ખૂબ જ ધામધૂમથી દિવાળીની ઉજવણી કરતા જાેવા મળે છે અને એકબીજાને ભેટીને અભિનંદન આપતા જાેવા મળે છે. યુવા વિકેટકીપર ઈશાન કિશન સાથી ઓપનર શુભમન ગિલ સાથે મજાક કરતો જાેવા મળે છે. વિરાટ કોહલી પણ મસ્તીના મૂડમાં દેખાયો હતો.
We are #TeamIndia 🇮🇳 and we wish you and your loved ones a very Happy Diwali 🪔 pic.twitter.com/5oreVRDLAX
— BCCI (@BCCI) November 12, 2023
જાહેર કરવામાં આવેલા આ ૧ મિનિટ ૨૩ સેકન્ડના વિડીયોમાં વિરાટ કોહલી પત્ની અનુષ્કા શર્મા સાથે જાેવા મળી રહ્યો છે, જ્યારે રોહિત શર્મા પત્ની રિતિકા અને પુત્રી સમાયરા સાથે જાેવા મળી રહ્યો છે. ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુર, પત્ની અને રવિન્દ્ર જાડેજા પણ પત્ની રીવાબા જાડેજા સાથે દિવાળીની પાર્ટી માણતા જાેવા મળે છે.
ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ પણ ટીમના ખેલાડીઓથી ખૂબ જ ખુશ દેખાય છે. તમામ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ ટ્રેડિશનલ કપડાં એટલે કે કુર્તા પાયજામા પહેરેલા જાેવા મળે છે. દરેકના ચહેરા પર મોટી સ્મિત છે. ખેલાડીઓ એકબીજા સાથે ફોટા અને સેલ્ફી લેતા જાેવા મળે છે.
વર્લ્ડ કપ ૨૦૨૩માં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. ભારતે સતત ૮ મેચ જીતીને સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો છે. જ્યાં તેનો મુકાબલો ૧૫ નવેમ્બરે ન્યૂઝીલેન્ડ સામે થશે. સેમિફાઇનલ પહેલા, ભારત દિવાળી પર નેધરલેન્ડ સામે તેની છેલ્લી લીગ મેચ રમી રહ્યું છે. આ મેચમાં ભારતનો હાથ ઉપર છે. ર્ંડ્ઢૈં વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનો આ પહેલા બે વખત નેધરલેન્ડનો મુકાબલો થયો છે, જેમાં ભારત જીત્યું છે.
રોહિત શર્માની કેપ્ટનશિપમાં ભારતીય ટીમનો આત્મવિશ્વાસ હાલમાં ચરમસીમાએ છે. ટીમની નજર સતત નવમી જીત પર છે. આ જીત સાથે ભારતીય ટીમ સેમિફાઈનલમાં કિવી ટીમનો સામનો કરવા ઈચ્છશે. ૨૦૧૯ના વર્લ્ડ કપમાં સેમીફાઈનલમાં ભારતને હરાવીને ટાઈટલ જીતવાનું સપનું ચકનાચૂર કરનાર કિવીઓ સામે ભારતે સેમીફાઈનલમાં સાવધ રહેવું પડશે.