સુરત રેલવે દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને 10 લાખ ચૂકવાશે
કેન્દ્રીય રેલ રાજયમંત્રી દર્શના ઝરદોશની જાહેરાતઃ મંત્રી દ્વારા હાલ પરિવારને 50 હજારની આર્થિક સહાય ચુકવાઇ
(એજન્સી)સુરત, દિવાળીના તહેવાર વચ્ચે સુરતમાં ગઈકાલે રેલવે સ્ટેશન પર મુસાફરો વચ્ચે થયેલી ભાગદોડમાં વ્યક્તિના મોત થયું હતું. આ તરફ હવે સામે આવ્યું છે કે, રેલવે વિભાગ દ્વારા મૃતકના પરિવારને ૧૦ લાખની સહાય ચૂકવાશે. મહત્વનું છે કે, કેન્દ્રીય રેલ રાજયમંત્રી દર્શના ઝરદોશ દ્વારા આ જાહેરાત કરાઇ હતી. મંત્રી દ્વારા હાલ પરિવારને ૫૦ હજારની આર્થિક સહાય ચુકવાઇ છે.
સુરત રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડના પગલે ધક્કામુક્કી સર્જાઈ હતી. જેમાં એકનું મોત થયું હતું તેમજ ૪થી ૫ મુસાફરો બેભાન થયા હતા. જે ઈજાગ્રસ્ત મુસાફરોની રાજ્યકક્ષાના રેલવેમંત્રીએ મુલાકાત લીઘી હતી. આ તરફ હવે કેન્દ્રીય રેલ રાજયમંત્રી દર્શના ઝરદોશ દ્વારા મૃતકના પરિવારને ૫૦ હજારની આર્થિક સહાય ચુકવાઇ છે. આ સાથે રેલવે વિભાગ દ્વારા પણ મૃતકના પરિવાએને ૧૦ લાખની સહાય ચૂકવવાનું જણાવાયું છે.
કેન્દ્રીય રેલ રાજયમંત્રી દર્શના ઝરદોશે જણાવ્યું હતું કે, ૧૦ લાખની સહાય ચૂકવવા મૃતકના પરિવારની બેંક વિગતો મંગાવાઇ છે. બેંક વિગતો આવ્યા બાદ પરિવારને તાત્કાલિક સહાય ચૂકવાશે. આ સાથે તેમણે કહ્યું કે, મૃતકનો પીએમ રિપોર્ટની પણ વાટ જાેવાઇ રહી છે. જેના આધારે પરિવારને આર્થિક સહાય ચૂકવવાના આવશે.
દિવાળીના પર્વ પર સુરત રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ જામી છે.
જે ભીડમાં ધક્કામુક્કી સર્જાઈ હતી, જેમાં ૪થી ૫ મુસાફરો બેભાન થયા હતા. જે તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા, જેમાં સારવાર દરમિયાન ૧ મુસાફરનું મોત થયું છે. રાજ્યકક્ષાના રેલવેમંત્રીએ ઈજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી. અત્રે જણાવીએ કે, દર્શના જરદોશે સ્મીમેર હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોના ખબર અંતર પૂછયા હતા. દિવાળીના તહેવારો વચ્ચે ગઈકાલે સુરત રેલવે સ્ટેશનની ઘટના બાદ તંત્ર એલર્ટ બન્યું છે.
જેને લઈ હવે અમદાવાદ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ ટિકિટો બંધ કરાઇ છે. મહત્વનું છે કે, અમદાવાદ રેલવે સ્ટેશન ખાતે મુલાકાતીઓને પ્રવેશ નહીં મળે. સુરતની ઘટના બાદ રેલવે તંત્ર અને ઇઁહ્લ સાથે પોલીસે બેઠક યોજી હતી. નોંધનિય છે કે, ગઈકાલે સુરત રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડના પગલે ધક્કામુક્કી સર્જાઈ હતી. જેમાં એકનું મોત થયું હતું તેમજ ૪થી ૫ મુસાફરો બેભાન થયા હતા.
અમદાવાદ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ ટિકિટો બંધ કરાઇ છે. મહત્વનું છે કે, પહેલા અમદાવાદ પ્લેટફોર્મ પર રોજની સરેરાશ ૫થી ૬ હજાર પ્લેટફોર્મ ટિકિટોનું વેચાણ થતુ હતુ. જાેકે હવે પ્રવેશ અને નિકાસનો ગેટ પણ અલગ અલગ કરાયો છે. ગઈકાલે સુરતની ઘટના બાદ રેલવે તંત્ર અને ઇઁહ્લ સાથે પોલીસે બેઠક યોજી હતી. જેથી હવે અમદાવાદ રેલવે સ્ટેશન ખાતે મુલાકાતીઓને પ્રવેશ નહીં મળે.
અમદાવાદ રેલવે સ્ટેશન ખાતે હવે જનરલ કોચ નજીક ઇઁહ્લ અને ય્ઇઁને સ્ટેન્ડ ટુ રાખી લાઈનમાં ઉભા રાખી પ્રવેશ અપાઈ રહ્યો છે. આ સાથે હવે ૭૦થી વધુ ય્ઇઁ, ૬૦થી વધુ ઇઁહ્લ પોલીસ અને ૫૦ હોમગાર્ડ જવાનો સ્ટેશન ખાતે તૈનાત રહેશે. રેલવે સ્ટેશન ખાતે પોલીસજવાનો રાઉન્ડ ધ ક્લોક ૩ શિફ્ટમાં ડ્યુટી કરશે.