સિગ્નલ પર રીક્ષા ઉભી રહેતાં મુસાફર રીક્ષા ડ્રાઈવરનો ફોન ઝુંટવી ભાગ્યો
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : રીક્ષા ચલાવીને પરીવારનું ગુજરાન ચલાવતા યુવાનનું ખિસ્સામાંથી મુસાફરનાં સ્વાંગમાં આવેલાં ગઠીયાએ વિવિધ સ્થળોએ ફેરવ્યા બાદ ટ્રાફિકમાં મોકો જાઈ ફોન ઝુંટવીને ભાગી ગયાની ઘટના બની છે.
અજય મનસુખભાઈ વાઢેર (ર૭) નાગજીભાઈની ચાલી ચંદ્રભાગાનગર બાપુનગર ખાતે રહે છે. અને પરીવારનું ગુજરાન ચલાવતા માટે ભાડેથી રીક્ષા ચલાવે છે.
શનિવારે બપોરે નિત્યક્રમ પ્રમાણે મુસાફરોની રાહમાં કાલુપુર રેલવે સ્ટેશને ઉભાં હતા. એ સમયે એક શખ્સ મિઝાપુર જવાનું કહી તેમની રીક્ષામાં પોતાનાં સામાન સાથે ગોઠવ્યો હતો. બાદમાં શાહપુર પોલીસ સ્ટેશનની પાછળ આવેલી ચાલીમાં જઈને સામાન મુકીને પરત રીક્ષામાં બેસી ગયો હતો. અને રીક્ષા લાલ દરવાજા ખાતે લઈ જવા અજયભાઈને કહ્યું હતું.
બપોરે ત્રણ વાગ્યાની આસપાસ અજયભાઈએ રીક્ષા દરવાજા નજીક ટ્રાફિક સિગ્નલ ખાતે ઉભી રાખી હતી. એ સમયે ૩૦થી૩પ વર્ષનાં પુરુષે અચાનક અજયભાઈનાં ખીસ્સામાં હાથ નાખી તેમનો મોબાઈલ ફોન ઝુંટવી લીધો હતો. અને તુરંત રીક્ષામાંથી ઉતરીને ભાગવા લાગ્યો હતો.
ટ્રાફિક સિગ્નલ રીક્ષા ગાડીઓની વચ્ચે ઉભી હોઈ અજયભાઈ તે ઈસમનો પીછો કરી શકયા નહતા. બાદમાં તેમણે કારંજ પોલીસ સ્ટેશને ખાતે આ અંગે ફરીયાદ નોધાવી હતી. રીક્ષા ડ્રાઈવરને વિવિધ જગ્યાએ ફેરવ્યા બાદ મુસાફરે કરેલું કારસ્તાન