Western Times News

Gujarati News

મુંબઈથી અમદાવાદ વચ્ચે ત્રણ જોડી સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન પશ્ચિમ રેલવે ચલાવશે

ક્રિકેટ મેચ જોવા આવનારા ક્રિકેટ પ્રશંસકો માટે મોટું નજરાણુ

પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદમાં આયોજિત થનારી ફાઈનલ ક્રિકેટ મેચ જોવા આવનારા ક્રિકેટ પ્રશંસકોની વધારાની ભીડને સમાયોજિત કરવાના ઉદ્દેશથી મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ, બાન્દ્રા ટર્મિનસ-અમદાવાદ અને છત્રપતી શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT)-અમદાવાદ વચ્ચે વિશેષ ભાડા પર ત્રણ જોડી સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવશે. આ ટ્રેનોની વિગતો આ પ્રકારે છેઃ

 

ટ્રેન નંબર 09001/09002 બાન્દ્રા ટર્મિનસ-અમદાવાદ-બાન્દ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ

 

ટ્રેન નંબર 09001 બાન્દ્રા ટર્મિનસ-અમદાવાદ સ્પેશિયલ શનિવાર, 18 નવેમ્બર 2023 ના રોજ બાન્દ્રા ટર્મિનસથી 23.45 કલાકે ઉપડશે અને આગલા દિવસે 07.20 કલાકે અમદાવાદ પહોંચશે. આ પ્રકારે ટ્રેન નંબર 09002 અમદાવાદ-બાન્દ્રા ટર્મિનસ સ્પેશિયલ સોમવાર, 20 નવેમ્બર 2023 ના રોજ અમદાવાદથી 04.00 કલાકે ઉપડશે અને એ જ દિવસે 12.10 કલાકે બાન્દ્રા ટર્મિનસ પહોંચશે.

આ ટ્રેન બંને દિશાઓમાં દાદર, બોરીવલી, પાલઘર, વાપી, વલસાડ, નવસારી, સૂરત અને વડોદરા જં. સ્ટેશનો ઉપર રોકાશે. આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, એસી 2ટિયર, સ્લીપર શ્રેણી અને દ્વિતિય શ્રેણીના સામાન્ય ડબ્બાઓ હશે.

 

ટ્રેન નંબર 09049/09050 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ સ્પેશિયલ

 

ટ્રેન નંબર 09049 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ સ્પેશિયલ શનિવાર, 18 નવેમ્બર 2023 ના રોજ મુંબઈ સેન્ટ્રલથી 23.55 કલાકે ઉપડશે અને આગલા દિવસે 08.45 કલાકે અમદાવાદ પહોંચશે.

 

આ પ્રકારે, ટ્રેન નંબર 09050 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ સ્પેશિયલ સોમવાર, 20 નવેમ્બર 2023 ના રોજ અમદાવાદથી 06.20 કલાકે ઉપડશે અને એ જ દિવસે 14.10 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે.

આ ટ્રેન બંને દિશાઓમાં બોરીવલી, વાપી, વલસાડ, નવસારી, સૂરત, ભરૂચ અને વડોદરા જં. સ્ટેશનો ઉપર રોકાશે. આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, એસી 2ટિયર, એસી ઇકોનોમિક, સ્લીપર શ્રેણી અને દ્વિતિય શ્રેણીના સામાન્ય ડબ્બાઓ હશે.

 

ટ્રેન નંબર 01153/01154 છત્રપતી શિવાજી મહારાજ ટર્મિનસ (મુંબઈ)અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ

 

ટ્રેન નંબર 01153 છત્રપતી શિવાજી મહારાજ ટર્મિનસ(CSMT)-અમદાવાદ સ્પેશિયલ શનિવાર, 18 નવેમ્બર 2023 ના રોજ છત્રપતી શિવાજી મહારાજ ટર્મિનસથી 22.30 કલાકે ઉપડશે અને આગલા દિવસે 06.40 કલાકે અમદાવાદ પહોંચશે. આ પ્રકારે, ટ્રેન નંબર 01154 અમદાવાદ- છત્રપતી શિવાજી મહારાજ ટર્મિનસ(CSMT) સ્પેશિયલ સોમવાર, 20 નવેમ્બર 2023 ના રોજ અમદાવાદથી 01.45 કલાકે ઉપડશે અને એ જ દિવસે 10.35 કલાકે છત્રપતી શિવાજી મહારાજ ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન બંને દિશાઓમાં દાદર (સેન્ટ્રલ), થાણે, વસઈ રોડ, સૂરત અને વડોદરા જં. સ્ટેશનો ઉપર રોકાશે. આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, એસી 2ટિયર, એસી 3-ટિયર અને દ્વિતિય શ્રેણીના સામાન્ય ડબ્બાઓ હશે.

 

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.