સાળંગપુર હનુમાન મંદિરે દાદાને અર્પણ કરાયો 1 કિલો સોનાનો હીરા જડીત મુગટ
(એજન્સી)બોટાદ, સુપ્રસિદ્ધ સાળગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં ૧૭૫માં શતાબ્દી મહોત્સવમાં સુરતના હરિભક્ત દ્વારા હનુમાનજી દાદાને એક કિલો સોનાનો હીરા જડિત મુગટ અપર્ણ કરવામાં આવ્યો છે. કથા મંડપમાં વડતાલ ગાદીના આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજ અને સંતોની ઉપસ્થિતમાં હરિભક્ત અને તેના પરિવાર દ્વારા સંતોને મુગટ અપર્ણ કરવામા આવ્યો છે.
સુપ્રસિદ્ધ સાળગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં ૧૭૫માં શતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે. ત્યારે આજથી મહોત્સવનો શુભારંભ થઈ ચૂક્યો છે. કથામાં ખુબજ મોટી સંખ્યામાં હરિભક્તો હાજર જાેવા મળી રહ્યો છે. ત્યારે હનુમાનજી દાદાના આ મહોત્સવમાં હજારો હરિભક્તો દ્વારા દાદાને અલગ અલગ વસ્તુઓ અર્પણ કરવામાં આવી રહી છે.
ત્યારે આજે સુરતના એક હરિ ભક્ત દ્વારા દાદાને એક કિલો સોનાનો હીરાજડિત મુગટ વાજતે ગાજતે શોભાયાત્રા કાઢી સંતોને અપર્ણ કરવામા આવ્યો હતો. હનુમાન દાદાને સોનાનો હીરા જડિત મુગટ અપર્ણ કરવામાં આવ્યો છે. જે સુરતના ઉધોગપતિ ઘનશ્યામભાઈ ભંડેરી દ્વારા અર્પણ કરાયો છે. જે મુગટ સુરતમાં બનેલ છે અને મુગટ અને કુંડળ ૧ કિલો સોનામાંથી બનાવાયો છે.
આ મુગટમાં ગદા, કળા કરતાં બે મોર, મોરપિંછ અને ફ્લાવરની આકૃતિ કંડારવામાં આવી છે. મુગટમાં મોરની ચાંચ અને આંખમાં મીણા કારીગરી કરાઇ છે. એટલું જ નહીં મુગટ અને કુંડળમાં ૭૨૦૦ ડાયમંડ લગાડવામાંઆવ્યા છે. તો કુલ ૩૭૫ કેરેટ ડાયમંડજડિત મુગટ અને કુંડળ ની ડિઝાઈન કરતાં એક મહિનો અને બનાવતા ૧૦ કારીગરોને ૩ મહિનાનો સમય લાગ્યો છે.