90 લાખના બીલો પાસ કરાવવા 2.25લાખની લાંચ માંગનાર હેડકલાર્ક-પટાવાળો ઝડપાયા
સવા બે લાખની લાંચ લેતો હેડકલાર્ક-પટાવાળો ઝબ્બે-૯૦ લાખના બીલના પેમેન્ટ પાસ કરવા લાંચ માગી હતી
ભુજ,કચ્છ જીલ્લાના માંડવીની નગરપાલિકામાં રોડ કોન્ટ્રાકટર પાસે ૯૦ લાખ રૂપિયાના પેમેન્ટ પાસ કરવા રૂપિયા સવા બે લાખની લાંચ માગવામાં કેસમાં હેડ કલાર્ક તથા પટ્ટાવાળાની અટકાયત કરાઈ છે. પટ્ટાવાળાએ લાંચના રૂપિયા સ્વીકાર્યા કે તુરંત જ ભ્રષ્ટાચાર વિરોધી દળની ટીમે તેને ઝડપી લીધી હતી. આ સાથે જેના માટે લાંચ લીધી હતી તે હેડકલાર્કને પણ સંકજામાં લીધો છે.
આ કેસની વિગતો એવી છે કે, માંડવી નગરપાલિકા વિસ્તારમાં કોન્ટ્રાકટરે સરકારી ટેન્ડરો ભરીર સીસી રોડ અને પેવર બ્લોકના કામના કોન્ટ્રાકટર તરીકે ૯૦ લાખ રૂપિયાના કામો કર્યા હતા. જે કામના તેઓના મળવાપાત્ર પેમેન્ટના હિસ્સાના ચેક આપવા માટે માંડવી નગરપાલિકાના હેડકલાર્ક વર્ગ-૩ કાનજીભાઈ બચુભાઈ મહેશ્વરી રૂપિયા બે લાખની લાંચની માંગણી કરેલી.
લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોવાથી ગાંધીધામ એસીબી કચેરીનો સંપર્ક કર્યો પછી ૮મી નવેમ્બરે લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું જે દરમ્યાન હેડકલાર્ક કાનજીભાઈ બચુભાઈ મહેશ્વરીએ લાંચના નાણાં પોતાની કચેરીમાં કરાર પર કામ કરતા પટ્ટાવાળા વજ્રેસ મનોજભાઈ મહેશ્વરીને આપવા જણાવું હતું. કે તુરંત જ એસીબીએઅ તેને લાંચના સવા બે લાખ રૂપિયાની રકમ સાથે રંગેહાથ ઝડપી લીધો હતો. આ સાથે જેના માટે લાંચ સ્વીકારી હતી તે હેડકલાર્કને પણ સકંજામાં લીધો છે.